2વર્ષમાં બાર ડાન્સર પાછળ ખર્ચ્યાં 2 કરોડ, અફેરની જાણ થઈ તો માથું કાપી નાખ્યું

સુરતમાં રહેતો પ્રિતેશ પટેલ મીરાંરોડ પર આવેલા એક બારની ડાન્સર જ્યોતિ સિંહના પ્રેમમાં પડ્યો. કામરેજ તાલુકાના ટીમ્બા ગામના ખેડૂત પ્રિતેશ પટેલે ડાન્સરને ઇમ્પ્રેસ કરવા માટે એક ખેતર વેચીને આવેલા બે કરોડ રૂપિયા માત્ર ૨૨ દિવસમાં તેની પાછળ ખર્ચી નાખ્યા. આટલા રૂપિયા ખર્ચવા છતાં પણ જ્યોતિએ તેના જૂના બોયફ્રેન્ડ ગૌરવ સાથે સંબંધો ચાલુ રાખતાં ગુસ્સે ભરાયેલા પ્રિતેશે ખેતરમાં જ જ્યોતિનું મર્ડર કરી દીધું.

જ્યોતિને તેના રૂપનું અભિમાન હતું એટલે પ્રિતેશે કુહાડીના સાત ઘા મારીને જ્યોતિનું માથું ધડથી અલગ કરી દીધું. પોલીસ હાલમાં પ્રિતેશે કાપેલું જ્યોતિનું માથું શોધી રહી છે. જ્યોતિ સિંહ મૂળ પંજાબના ભટિંડાની રહેવાસી હતી. તે મીરાંરોડના એક બારમાં ડાન્સર હતી. બે વર્ષ પહેલાં તેની અને પ્રિતેશની મુલાકાત થઈ અને પ્રિતેશ તેના પ્રેમમાં પડ્યો.

બે વર્ષ દરમિયાન પ્રિતેશે સતત જ્યોતિને ઇમ્પ્રેસ કરવાની કોશિશ કરી, પરંતુ જ્યોતિ તરફથી કોઈ ભાવ ન મળતાં પ્રેમમાં આંધળા બનેલા પ્રિતેશે પોતાનાં ત્રણ ખેતરમાંનું એક ખેતર વેચીને આવેલા બે કરોડ રૂપિયા ૨૨ દિવસમાં જ્યોતિ પાછળ બેફામ રીતે ઉડાવ્યા, તેને એક ફ્લેટ અને એક ગાડી લાવી આપી, પરંતુ તેને જ્યોતિ તેનો સતત ઉપયોગ કરતી હોય તેવું લાગ્યા કરતું.

૨૭ ડિસેમ્બરે પ્રિતેશનો જન્મદિવસ હતો. તેથી પ્રિતેશે તેને સુરત બોલાવી. બંને સાથે રહ્યાં. આ દિવસ દરમિયાન જ્યોતિ ચોરીછૂપી કોઈની સાથે વાતો કરતી અને મેસેજ કરતી પકડાઈ ગઈ. પ્રિતેશે મોડી રાતે તેનો મોબાઈલ ચેક કર્યો ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તે ગૌરવ નામના કોઈ પુરુષ સાથે વાતો કરે છે. પોતે છેતરાયો હોવાનું લાગતાં ગૌરવ ખૂબ જ ગુસ્સે ભરાયો અને ખેતર બતાવવાના બહાને તે જ્યોતિને પોતાના ખેતરમાં લઈ ગયો અને કુહાડીના ઘા મારીને જ્યોતિની ગરદન કાપી નાખી.

જ્યોતિની હત્યા કરતી વખતે પ્રિતેશની સાથે તેનો ડ્રાઈવર સંદીપ સિંહ અને તેની પત્ની ‌નિકિતા પણ હતાં. આ બંને દૂર ગાડીમાં બેઠાં હતાં. તેમણે મર્ડર થતાં જોયું તો તેઓ ગાડી લઈને સીધાં કામરેજ પોલીસ સ્ટેશન પહોંચ્યાં. પ્રિતેશ ભાગવા જતો હતો ત્યાં પોલીસે તેને પકડી લીધો.

You might also like