આ વ્યક્તિને રીંછ સાથે છેડછાડ કરવાનું ભારે પડ્યું, જુઓ ફોટો

ઘણી વખત જંગલી જાનવરોની સાથે છેડછાડ કરવાનું ભારે પડે છે, આવું કંઇક થાઇલેન્ડમાં જોવા મળ્યું હતું. જેમાં પાંજરામાં બંધ એક રીંછ સાથે છેડછાડ કરનાર શખ્સને રીંછે પાઠ ભણાવ્યો હતો અને તેના પર હુમલો કર્યો હતો. અલબત્ત, આ શખ્સને કેટલાક લોકોએ રીંછની ચુંગાલમાંથી બહાર કાઢતા તેનો માંડ માંડ બચાવ થયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

વાત જાણે એમ છે કે, થાઇલેન્ડમાં રહેતા 36 વર્ષિય નેફમ પ્રોમરાટી પોતાના મિત્રોની સાથે ફેચાબુન પ્રાંતમાં સ્થિત એક મંદિરમાં ફરવા માટે ગયો હતો. આ દરમિયાન તેણે પાંજરામાં બંધ એક ભૂખ્યા રીંછને ખાવાનું આપતા સમયે હેરાન-પરેશાન કર્યો હતો. રીંછને તેની હરકત પસંદ ન આવી અને તે ગુસ્સે ભરાયો હતો.

નેફમ કંઇક સમજે વિચારે તે પહેલા જ રીંછે તેને પોતાના વાડામાં ખેંચી લીધો હતો, અને તેના પર હિંસક હુમલો કર્યો હતો. આ શખ્સ પર રીતસર રીંછ તૂટી પડ્યો હતો, અને તેને ખાવા લાગ્યો હતો. ખરેખર અહીં મંદિરોમાં ભક્તોએ એક નાની વાડમાં લગભગ 2 ડઝન જંગલી ભુંડ અને પાંજરામાં એક રીંછને રાખવામાં આવેલ છે. આ વ્યક્તિએ જ્યારે વાડામાં બંધ રીંછને ચોખાનો કટોરો આપતી વખતે પરેશાન કર્યો તો આ વ્યક્તિ સાથે જે બન્યું તે તમે આ ફોટામાં જોઈ શકો છો.

ગુસ્સામાં રીંછ પોતાના બન્ને પગ ઉપર ઊભો થઇ ગયો અને વાડાની દિવાલ બેસીને પરેશાન કરનાર વ્યક્તિને વાડામાં ખેંચી લીધો હતો, અને તેના પર હિંસક હુમલો કર્યો હતો. આ શખ્સ પર રીતસર રીંછ તૂટી પડ્યો હતો, અને તેને ખાવા લાગ્યો હતો. તો બીજીતરફ આ ઘટનાની જાણ થતાં મંદિરના કેટલાક લોકોએ આ શખ્સને રીંછના મોતના મુખમાંથી માંડ માંડ બચાવ્યો હતો.

You might also like