અહીં દરેક પુરૂષને કરવા પડે છે બે લગ્ન, નહીં તો રહે છે આ સુખીથી વંચિત

દુનિયામાં અનેક પ્રકારના રિતરીવાજ હોય છે. જેની પર લોકો વિશ્વાસ કરી શકતા નથી. આપણા દેશમાં એવું જ એક ગામ છે જ્યાં દરેક પુરૂષને બે લગ્ન કરવા પડે છે. બે લગ્ન કરવા તે આ ગામના લોકોની મજબૂરી છે. જાણો કયા ગામમાં આ રીતનો રિવાજ ચાલી રહ્યો છે. રાજસ્થાનમાં બાડમેર જિલ્લામાં એક નાનું ગામ છે દેરાસર. જ્યાં 70 મુસલિમ પરિવાર રહે છે. પરંતુ આ ગામમાં લગ્નની પરંપરા કાંઇક અલગ જ પ્રકારની છે. કારણકે અહીં દરેક પુરૂષે બે લગ્ન કરવા પડે છે.

આ ગામમાં એક વખત વરરાજાએ લગ્ન કરી લીધા બાદ તેના બીજી વખત લગ્ન કરાવવામાં આવે છે. આ ગામમાં પહેલા લગ્નથી ક્યારે પણ કોઇને સંતાન પ્રાપ્તી થતી નથી. તેથી જ અહીંના વરરાજાએ બીજા લગ્ન કરવા પડે છે. ગામના લોકોનું માનવું છે કે બીજી પત્નીથી જ સંતાન સુખ પ્રાપ્ત થાય છે.  આ પરંપરાને ગામના લોકો ખુદાની મહેર માને છે. ખાસ વાત તો એ છે કે આ ગામમાં પહેલી પત્નીને બીજી પત્નીથી કોઇ જ સમસ્યા નથી હોતી. જોકે આ ગામમાં કેટલાક લોકો એવા પણ છે કે જેમણે પહેલી પત્ની હોવાથી બીજા લગ્ન નથી કર્યા. તેઓ સંતાનથી વંચિત છે.

visit_ sambhaavnews.com

You might also like