ભારતીયોએ બનાવ્યો પેટ પર ૪૯ તરબૂચ કાપવાનો રેકોર્ડ

સુરતમાં રહેતા કરાટેમાં પાંચમી ડિગ્રીનો બ્લેક બેલ્ટ ધરાવતા વિસ્પી જિમી ખરાડી અને વિસ્પી બાજી કસાડની જોડીએ એક મિનિટમાં સૌથી વધુ ૪૯ તરબૂચ કાપવાનો રેકોર્ડ થોડાક િદવસ પહેલાં પોતાના નામે કર્યો હતો.

આ પહેલાંનો રેકોર્ડ ૪૮ તરબૂચનો હતો. સ્ટન્ટમેન, જિમીએ પોતાના પેટ પર તરબૂચ રાખ્યાં હતાં, જ્યારે બાજી કસાડે ૩૦ ઈંચ લાંબા છરી વડે એક પછી એક ૪૯ તરબૂચ કાપી નાખ્યા હતા. આમ તો એક મિનિટમાં જિમીના પેટ પર બાવન તરબૂચ કાપવામાં આવ્યા હતા, પરંતુ ત્રણ તરબૂચ કપાઈને બે ટૂકડા નહોતાં થયાં એટલે એને ગણતરીમાં નહોતા લેવામાં આવ્યા.

You might also like