દાદા-દાદીનાં લગ્નની કેક ૧૦૦ વર્ષ પછી અકબંધ મળી

વિદેશમાં એક એવી પરંપરા છે કે લગ્નના દિવસે કાપવામાં અાવતી કેકનો ઉપરનો ડિઝાઈનર હિસ્સો અકબંધ રાખવો. તે ભાગને નવદંપતી એકાંતમાં કાપીને ખાય છે અને અે રીતે તેમની વચ્ચેનો પ્રેમ વધતો હોય છે. અમેરિકાના વોશિંગ્ટનમાં રહેતા રોનાલ્ડ વોર્નિગર નામના વ્યક્તિઅે હમણાં ઘરનું ગેરેજ સાફ કર્યું તો તેમણે એક હેટ રાખવાનું બોક્સ જોવા મળ્યું.

તે ખોલ્યું તો તેમાંથી દાદા-દાદીનાં લગ્નની ૧૦૦ વર્ષ જૂની કેક મળી અાવી. દાદા-દાદીનાં લગ્ન ૧૯૧૫માં થયાં હતાં. અાશ્ચર્યની વાત અે હતી કે અાટલા સમય બાદ પણ દાદા-દાદીનાં લગ્નની કેક અકબંધ હતી. તેની ઉપર કરવામાં અાવેલી કોતરણી પણ યથાવત્ હતી.

You might also like