એક માન્યતાના પગલે આ શખ્સે મંદિરની પ્રદક્ષિણા કરી અને જીવ ગુમાવ્યો!

ધર્મમાં શ્રદ્ધા હોવાના કારણે લોકો મંદિરોમાં જતા હોય છે, પરંતુ કોઈપણ ભોગે અને ગમે તેવા સ્થળે હોવા છતાં મંદિરે જવું અને તેની પ્રદક્ષિણા કરવું એ કેવું ભારે પડી જતું હોય છે, તે આ ઘટના પરથી જાણી શકાય છે.

આ ઘટના તમિલનાડુની છે. તમિલનાડુના ત્રિચિમાં સંજીવી પેરુમલ નામનું મંદિર છે, જે 3500 ફૂટ ઉંચા પહાડ પર આવેલું છે. એવું માનવામાં આવે છે કે, આ મંદિરની દિવાલની ચારેબાજુથી પ્રદક્ષિણા કરવાથી બધું જ શુભ થાય છે. આ માન્યતાના કારણે લોકો પહાડની કિનારી પર આવેલા આ મંદિરની દિવાલ પકડી પકડીને પણ પ્રદક્ષિણા કરતા હોય છે.

બસ આવા જ ગુડલકની આશા સાથે એક શખ્સ આ મંદિરની પ્રદક્ષિણા કરી રહ્યો હતો. આ શખ્સે બે વખત પ્રદક્ષિણા કરી હતી અને ત્રીજી વખત પ્રદક્ષિણા કરી રહ્યો હતો ત્યારે જ તેનો પગ લપસી જતાં તે 3500 ફૂટ ઉંડી ખાઈમાં પડી ગયો હતો. જો કે પોલીસને હજુ તેના વિશે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી.

You might also like