મરી પરવારી માનવતા!, ટ્રેનમાં કપાયેલા પગને ખુદ હાથમાં લઇ જનારા શખ્સનો લોકોએ બનાવ્યો VIDEO

આ ઘટના વિશે સાંભળતા એવું લાગે છે કે લોકોમાં હવે માનવતા બિલકુલ મરી પરવારી છે. એક એવી વ્યક્તિ કે જે દર્દથી પીડાતો રહ્યો ને બૂમા પાડતો રહ્યો પરંતુ કોઇ જ મદદે ન આવતા ટ્રેનમાં કપાયેલ પગ ખુદ જાતે જ પોતાનાં હાથમાં લઇને પ્લેટફોર્મ પર ચડ્યો પરંતુ લોકો માત્ર આ તમાશો જોતાં રહ્યાં ને વીડિયો બનાવતાં રહ્યાં.

કોઇ પણ વ્યક્તિ આની મદદ માટે ના આવ્યાં તદુપરાંત તેઓને ટેકો આપવા પણ ન આવ્યાં. ઉલ્લેખનીય છે કે આ ઘટના હરિયાણાનાં ભિવાની વિસ્તારની છે. સ્થાનીય રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં ચઢતી વેળાએ અચાનક જ આ વ્યક્તિનાં પગ લપસી જવાંથી તેઓનો એક પગ કપાઇ ગયો. આ પૂરા ઘટનાક્રમનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં અમાનવીય પક્ષ સામે આવ્યો કે તે વ્યક્તિની કોઇએ મદદ પણ કરી નહીં. પોલીસ પણ માત્ર પ્લેટફોર્મ પર ઊભા રહીને માત્ર તેઓનો હાથ જ પકડીને માત્ર ઉપર ખેંચવાનો પ્રયાસ કરે છે. જ્યારે આ ઘટના સમયે આસપાસનાં લોકો માત્ર તેનો વીડિયો બનાવી રહ્યાં છે. ચાર દિવસ પહેલાં જૈન ચોક નિવાસી કૃષ્ણ કુમાર પત્ની મીનાની સાથે એક ઘટનામાં ઘાયલ સંબંધીનાં સમાચાર પૂછવા માટે હિસાર જઇ રહ્યાં હતાં.

ભિવાની રેલ્વે સ્ટેશન પર પત્નીને ટ્રેનમાં બેસાડીને તેઓ પાણી લેવા માટે જાય છે. તે દરમ્યાન એકાએક ટ્રેન ચાલવા લાગી ને તેઓ દોડીને ટ્રેનમાં બેસવા ગયાં. ત્યારે અચાનક જ ટ્રેનમાં ચડતી વખતે પગ લપસી જતાં તેઓનો પગ ટ્રેન નીચે આવી જતાં તેઓનો એક પગ કપાઇ જાય છે. પગ કપાયા બાદ થોડોક સમય તો તેઓએ મદદ માટે ઘણાં સમય સુધી તો લોકોની રાહ જોઇ. પરંતુ તેઓની મદદ કરવાની જગ્યાએ લોકોએ માત્ર તેઓનો વીડિયો બનાવ્યો ત્યારે તે વ્યક્તિએ જાતે ઊભા થવાની હિંમત દર્શાવી.

વ્યક્તિએ પોતે જ પોતાનો કપાયેલો પગ પહેલાં પ્લેટફોર્મ પર મુકવાનો પ્રયાસ કરે છે અને બાદમાં લોહીલુહાણ હાલતમાં જ બીજા પગને સહારે પ્લેટફોર્મ પર ચઢી જાય છે. મહત્વનું છે કે હાલમાં આ શખ્સને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે. ટ્રેનમાં બેઠેલ તેની પત્નીને એવું લાગ્યું કે કૃષ્ણની ટ્રેન છુટી ગઇ છે. જો કે બાદમાં ફોન કર્યા બાદ આ સમગ્ર ઘટના વિશે તેને ખ્યાલ આવ્યો.

You might also like