રાતોરાત કરોડપતિ બની ગયું આ ગામ

કોઇ પણ ગામ માટે વિચારતા એવી જ વાત મગજમાં આવે છે કે ગામ ખૂબ પછાત હોય છે. પરંતુ આજે અમે તમને એક એવા ગામ માટે કહેવા જઇ રહ્યા છીએ જે રાતોરાત કરોડપતિ બની ગયું. તમે વિચારી રહ્યા હશો કે એ કેવી રીતે? હકીકતમાં આ ગામમાં રહેનારા એન્ટોનિયો ફર્નાડિસએ મુશ્કિલ પરિસ્થિતિઓમાં બિઝનેસનું સામ્રાજ્ય તૈયાર કર્યું અને હજારો કરોડની સંપત્તિ કમાઇ. છેવટે બધી જ સંપત્તિ એણના ગામના નામે કરી દીધી. એન્ટોનિયોનો જન્મ 1917માં એક નાના સેરેજેલ્સ ડેલ કોંડાડો ગામમાં થયો હતો.

તેમણે તેમનું બાળપણ ખૂબ જ ગરીબીમાંથી પસાર કર્યું હતું. તેમણે 14 વર્ષની ઉંમરમાં અભ્યાસ છોડી દીધો હતો. 1939માં સિવિલ વર્ક ખતમ થયા બાદ એન્ટોનિયો લિયોન આવી ગયા. જ્યાં તેઓ સિનિયા ગોંજાલેજ નામની મહિલા સાથે મુલાકાત કરી. તેમણે સિનિયા સાથે લગ્ન કરી લીધા. તેમણે પોતાની કડક મહેનત અને પ્રયાસોથી કોરોના નામની મેક્સિકોની જાણીતી બીયર બનાવવાનું શરૂ કરી દીધી. તેમણે કોરોનાને એક ખૂબ જ મોટી બ્રાન્ડ બનાવી દીધી.

99 વર્ષની ઉંમરે તેઓ મૃત્યુ પામ્યા. મૃત્યુ બાદ તેમણએ તેમની બધી જ સંપત્તિ ગામના લોકાના નામ પર કરી દીધી. ગામના દરેક લોકો પાસે 17 કરોડની ભારે રકમ આવી.

You might also like