યુવકે છુટાછેડા થતા હરખનાં પેંડા વહેંચ્યા : લોકોમાં કૌતુક

અમદાવાદ : સામાન્ય રીતે બાળકનો જન્મ થાય કે પછી કોઇના લગ્ન નક્કી થાય ત્યારે લોકો ખુશીની મિઠાઇ વહેંચતા હોય છે પરંતુ રાજકોટમાં એક અલગ જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં રાજકોટના એક યુવાને છુટાછેડાની ખુશી મનાવી હતી અને અને આ ખુશીમાં તેણે પરિવારજનો અને મિત્રોને પેંડા વહેંચ્યા હતા.

આ સાથે પેંડાના બોક્સ પર લખ્યું હતું,” છુટાછેડાના હરખના” પેંડા. રિંકેશ રાચ્છ નામના યુવાનના બે વર્ષ પહેલા લગ્ન થયા હતા,પંરતુ પતિ પત્નીના વારંવાર ઝઘડાને કારણે છુટાછેડા લેવામાં આવ્યા,ત્યારબાદ આ યુવાને છુટાછેડાની ખુશી આ રીતે મનાવી હતી.

જો કે ખુશી મનાવવાની આ અનોખી રીત લોકોમાં ખાસ્સી ચર્ચાસ્પદ બની હતી. તો સમાચાર માધ્યમોનું ધ્યાન ખેંચવામાં પણ સફળ થઇ હતી. જો કે યુવકનાં પરિવારનો આક્ષેપ હતો કે યુવતીના ઝગડાળુ સ્વભાવથી તેઓ પરેશાન હતા.

You might also like