બાઇક પર સ્ક્રેચ પડવાનાં કારણે પોતાનાં ભાઇનાં બંન્ને હાથ કાપી નાખ્યા

મેરઠ : યૂપીનાં શામલી જિલ્લામાં સામાન્ય બોલાચાલીમાં ભાઇએ ભાઇનાં બંન્ને હાથ કાપી નાખ્યા હતા. વિવાદ બાઇક પર સ્ક્રેચ આવવાથી ચાલુ થયો હતો. પીડિતની પત્ની ચાંદ બીની જેમ જ આરોપીની વિરુદ્દ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. બાબરી પોલીસ સ્ટેશન વિસ્તારનાં ગામ બુટરાડા નિવાસી ગુલાજમાંનાં ભત્રીજાએ ઘર પર ઉભેલી તેની બાઇક પર સ્ક્રેચ મારી દીધો હતો. જેનાં કારણે ગુલજમાએ પોતાનાં ભત્રીજા પર ખીજાયો હતો.

આ ઘટના બાદ ગુલજમાનાં મોટા ભાઇ કાલુએ પોતાનાં પુત્રનો પક્ષ લીધો હતો. ત્યાર બાદ બંન્ને ભાઇઓ વચ્ચે બોલા ચાલી થઇ ગઇ હતી. તે એટલી હદ સુધી પહોંચી ગઇ હતી કે કાલુએ પોતાનાં નાના ભાઇ ગુલજમા પર ઘારદાર હથિયાર વડે હૂમલો કર્યો હતો.

હૂમલામાં ગુલજમાનો એક હાથ કપાઇને અલગ થઇ ગયો હતો. ત્યાર બાદ આરોપીએ ગુલજમાનાં બીજા હાથ પર પણ પ્રહાર કર્યો. જેમાં તેનો અંગુઠો કપાઇ ગયો હતો. પોલીસે પરિવારજનોની મદદથી ઘાયલને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જણાવાઇ રહ્યું છે.

You might also like