વડોદરામાં 31 લાખની રોકડ સાથે BJPના કોર્પોરેટરના ભાઇની ધરપકડ

વડોદરા : ભાજપ સરકાર દ્વારા દેશમાં 500 અને 1000ની નોટો બંધ કરી દેવાઇ છે. ત્યારે મહાનગર સેવાસદનનાં વોર્ડ નંબર 14નાં ભાજપનાં કોર્પોરેટરનાં ભાઇને રૂપિયા 31 લાખ રોકડ સાથે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડતા શહેરનાં રાજકીય વર્તુળમાં ચકચાર મચી જવા પામી છે.

નોટબંધ થવાનાં કારણે હાલ મોટા પ્રમાણમાં કાળાનાણા ધારકો દોડધામ કરી રહ્યા છે. પોતાના નાણા વ્હાઇટ કરવા માટે આ લોકો રોકડ લઇને દોડાદોડી પર ક્રાઇમબ્રાંચની બાજ નજર છે. આ સંજોગોમાં ક્રાઇમબ્રાન્ચને એક વ્યક્તિ મોટા પ્રમાણમાં રોકડ લઇને આવી રહ્યો હોવાની બાતમી મળી હતી. જેના કારણે વોચ ગોઠવી હતી.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે શંકાસ્પદ વ્યક્તિની રોકડ સાથે ધરપકડ કરી હતી. તે વ્યક્તિ પાસેથી 31 લાખ રૂપિયાથી વધારેની બંધ થયેલી 500 અને 1000ની ચલણી નોટો મળી આવી હતી. પુછપરછ કરતા તે વ્યક્તિ વૈકુંઠ પવાર ઉર્ફે દબંગ હોવાનું બહાર આવ્યું હતું. તે વડોદરા મહાનગર સેવા સદનનાં વોર્ડ 14ના ભાજપના કાઉન્સીલર વિજય પવારનો ભાઇ હોવાનું બહાર આવ્યું હતુ. વિજય પવાર કાઉન્સિલર હોવા ઉપરાંત કન્સ્ટ્રક્શન લાઇન સાથે પણ જોડાયેલ છે. જો કે પવાર બ્રધર્સને બચાવવા માટે ભાજપ અગ્રણીઓએ દોડધામ ચાલુ કરી હતી.

You might also like