ટ્રંપને ગોળી મારવા પહોંચેલ યુવાનની ઘરપકડ

લાસ વેગસઃ શનિવારે લાસ વેગસમાં ડોનલ્ડ ટ્રંપની એક રેલીમાં એક સુરક્ષાકર્મી પાસેથી બંદુક છીનવવાની કોશિશ કરનાર વ્યક્તિ ટ્રંપને ગોળી મારવા માંગતો હતો. કોર્ટમાં રજૂ કરવામાં આવેલ દસ્તાવેજ પ્રમાણે જે વ્યક્તિની ઘરપકડ કરવામાં આવી છે. તે 19 વર્ષીય માઇકલ સ્ટીવન સેન્ડફોર્ડ બ્રિટિશ નાગરિક છે. જેને જલ્દી નેવાદાની અદાલતમાં રજૂ કરવામાં આવશે.

મળતી માહિતી પ્રમાણે સેન્ડફોર્ડ શનિવારે ટ્રેઝર આઇલેન્ડ કસીનોમાં યોજાયેલ ડોનાલ્ડ ટ્રંપની રેલી ગયો હતો. જ્યાં તે એક પોલીસકર્મી પાસે ગયો અને કહ્યું કે તે ડોનાલ્ડ ટ્રંપનો ઓટોગ્રાફ લેવા માંગે છે. તે દરમ્યાન તેણે પોલીસકર્મીની બંદુક છીનવવાનો પ્રયાસ પણ કર્યો. જેની તરત જ ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસે બ્રિટિશ ડ્રાઇવિંગ લાયસન્સ છે. તે અમેરિકામાં છેલ્લાં દોઢ વર્ષથી રહે છે.

પોલીસ પ્રમાણે સેન્ડફોર્ડ છેલ્લાં એક વર્ષથી ટ્રંપને મારવાની યોજના બનાવી રહ્યો હતો. પરંતુ શનિવારે તેણે તેમ કરવાનું નક્કી કરી લીધું. સેન્ડફોર્ડે જણાવ્યું હતું કે આ પહેલાં તેણે ક્યારે પણ ફાયરિંગ કર્યું નથી. ગોળી મારવાનું શીખવા માટે તે 17 જૂને લાસ વેગસની એક ફાયરિંગ રેન્જમાં ગયો હતો. પોલીસ પ્રમાણે તે માત્ર એક કે બે રાઉન્ડ જ ફાયરિંગ કરી શકે તેમ હતો. સેન્ડફોર્ડે પોલીસે જણાવ્યું કે જો તે લાસ વેગસની રેલીમાં ટ્રંપની હત્યાનો પ્રયાસ ન કરત, તો તે ફિનીક્સની રેલીમાં તેની હત્યાનો પ્રયાસ કરત. રેલીમાં શામેલ થવા માટે તેણે ટિકિટ પણ લીધી હતી.

You might also like