કબરમાંથી જીવતો બહાર આવ્યો આ વ્યક્તિ!

રિયો ડિ જેનેરિયો: જો તમે કોઇ કબ્રસ્તાન પાસેથી પસાર થઇ રહ્યાં હોવ અને ત્યાં કોઇનો કણસવાનો અવાજ સાંભળો તો? તો ભાગી ના જતાં, બની શકે કે ત્યાં કોઇ ભૂત નહીં પરતું જીવીત વ્યક્તિ હોય જેને તમારી મદદની જરૂર હોય. બ્રાઝીલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીંયા એક વ્યક્તિએ કોઇની હત્યા કરીને તેને તાબુતમાં બંધ કરી કબ્રસ્તાનમાં મરણાસન્નમાં છોડીને જતો રહ્યો હતો. ત્યાંથી પસાર થઇ રહેલા કોઇ વ્યક્તિએ તેના કણસવાનો અવાજ સાંભળ્યો તો તેણે પોલીસને ફોન કર્યો.

આ કિસ્સો બ્રાઝીલની રાજધાની રિયો ડિ જેનેરિયોથી 280 કિ.મી. દૂર આવેલા કેંપોસ જોસ ગોયાકેજેસ શહેરનો છે. અહીંયા એક વ્યક્તિની સુઝબુઝને કારણે કોઇનો જીવ બચી શક્યો હતો. આ વ્યક્તિ જ્યારે કબ્રસ્તાનમાં પહોંચ્યો તો તેણે તાબુતમાં બંધ એક ઘાયલ વ્યક્તિને જોયો હતો. તેણે તરત જ પોલીસને સુચના આપી હતી. પોલીસ તેને તે વ્યક્તિને હોસ્પિટલમાં લઇ ગઇ હતી જ્યાં હાલ તેની તબિયતમાં સુધારો છે.

You might also like