અા વ્યક્તિઅે વર્લ્ડ રેકોર્ડ બનાવવા ૧૪૯૭ ક્રેડિટકાર્ડ મેળવ્યાં

વોશિંગ્ટન: અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સેન્ટા ક્લોરા ટાઉનમાં રહેતા વોલ્ટર કેવનગ નામના ભાઈઅે અત્યાર સુધીમાં કુલ ૧૪૯૭ ક્રેડિટ કાર્ડ વસાવીને ગિનિસ બુક અોફ વર્લ્ડ રેકર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. તેમાંથી હાલમાં ૮૦૦ ક્રેડિટ કાર્ડ તો વેલિડ છે. બેંકે તેને ૧૧ લાખ પાઉન્ડ ખર્ચવાની છૂટ પણ અાપી છે. વોલ્ટરનો ક્રેડિટ કાર્ડ ભેગાં કરવાનો શોખ ૧૯૬૦થી શરૂ થયો હતો. ભણતી વખતે તે ૧૪૦થી વધારે ક્રેડિટ કાર્ડની થપ્પી લઈને ફરતો. અે પછી પણ તે નવી નવી બેંકોના ક્રેડિટ કાર્ડ જમા કરવા લાગ્યો. હાલમાં ૭૩ વર્ષની ઉંમરે તેની પાસે ૧૪૯૭ ક્રેડિટ કાર્ડ છે.

૫૦થી ૧૫૦૦ ડોલરની ક્રેડિટ લિમિટ ધરાવતા તમામ કાર્ડનું હંમેશાં સમયસર પેમેન્ટ કર્યું છે. જો તમામ કાર્ડને સાથે લઈને સાથે ફરવું હોય તો તેનું વોલેટ ૨૫૦ ફૂટ લાંબું થાય છે અને વજન લગભગ ૨૦ કિલો થાય છે. જો કે તે રોજ બધાં કાર્ડ સાથે લઈને ફરવાને બદલે સેફમાં સાચવી રાખે છે.

You might also like