મમતા કુલકર્ણી મારી પત્ની નથી: વિકી ગોસ્વામી

નવી દિલ્હી: અભિનેત્રી મમતા કુલકર્ણીનો કથિત પતિ અને ડ્રગ્સ ડીલિંગમાં ફસાયેલ વિજયગિરિ આનંદગિરિ ગોસ્વામી ઉર્ફ વિકી ગોસ્વામીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વિકી ગોસ્વામીએ પહેલી વખત મિડીયા સાથે વાતચીત કરી અને કહ્યું કે ડ્રગ્સ ડિલરો સાથે તેનો કોઇ સંપર્ક નથી. એક અગ્રણી સમાચાર ચેનલ સાથેની ખાસ વાતચીતમાં વિકીએ જણાવ્યું કે મમતા તેની પત્ની નથી અને લિવ ઇન પાર્ટનર પણ નથી.

વિકીએ પોતાને સોનાનો વેપારી બતાયો હતો. ફોન ઉપર આપેલા ઇન્ટરવ્યૂમાં વિકી ગોસ્વામીએ કહ્યું કે હું તો સોનાનો વેપાર કરું છું, મારે ડ્રગ્સના ધંધા સાથે  કોઇ લેવા દેવા નથી. વિકીએ જણાવ્યું કે મને સોનાના ધંધા માટે લાઇસન્સ મળ્યું તે પછી પોલીસ મને ડ્રગ્સના ધંધામાં ફસાવા માટેનાં પ્રયાસો કરી રહી છે.

દરેક મુશ્કેલીઓમાં મારી સાથે ઊભી રહી મમતા
વિકીએ કહ્યું કે મમતા કુલકર્ણી એક સેલીબ્રિટી છે અને દરેક લોકો તેની લોકપ્રિયતા ભૂલવાની કોશિશમાં લાગ્યા છે. વિકીએ સ્પષ્ટ કર્યું કે મમતા તેની પત્ની નથી. વિકીએ કહ્યું કે મમતા ફક્ત મારી શુભચિંતક છે અને જ્યારે હું મુશ્કેલીમાં રહ્યો ત્યારે તે મારી સાથે ઊભી રહી છે.

વિકીએ મમતાના વખાણમાં કહ્યું કે જે લોકો તેની ઉપર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે તે લોકો મમતાની આત્માને જાણતા નથી. વિકીએ કહ્યું કે દરેક વખતે લોકો મને જ મમતાનો પતિ કહે છે, હું કસમ ખઉં છું કે મે ક્યારેય તેની સાથે લગ્ન કર્યા નથી.

You might also like