હું તો યોગિની છુંઃ ડ્રગ્સ દાણચોરીમાં મારો કોઈ હાથ નથીઃ મમતા કુલકર્ણી

મુંબઈ: કરોડોની ડ્રગ્સ દાણચોરીના આરોપોમાં ઘેરાયેલી બોલિવૂડની જાણીતી અભિનેત્રી મમતા કુલકર્ણીઅે તેના ઉપર લાગેલા તમામ આરોપોને ફગાવી દેતાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું છે કે તે આ કેસમાં નિર્દોષ યોગિની છે. અત્રે ઉલ્લેખનીય છે કે અભિનેત્રી મમતા કુલકર્ણી પર ૨૦૦૦ કરોડના નશીલા પદાર્થની દાણચોરી કરવાનો આરોપ થયા છે.

આ અંગે મમતાઅે અેક વીડિયો ટેપમાં જણાવ્યુ છે કે હું અેક યોગિની છુ. હું છેલ્લાં ૨૦ વર્ષથી અધ્યાત્મની દુનિયામાં રમી રહી છુ. મમતાઅે આ અંગે બે કેન્દ્રીય પ્રધાનોને મોકલાવેલી અરજીમાં જણાવ્યું છે કે મેં ક્યારેય ભારતીય કાયદાની અવગણના કરી નથી. મને અમેરિકી ડ્રગ્સ એન્ફોર્સમેન્ટ અેડમિનિસ્ટ્રેશન અને પોલીસના અધિકારીઓએ ષડયંત્રનો શિકાર બનાવી છે. મીડિયા સામે મમતા કુલકર્ણીની ટેપ જારી કરતી વખતે તેમના કાનૂની સલાહકાર પારજેજ મેમન, ન્યૂયોર્કના ડૈનિયલ અેરશાક,કેન્યાના કિલફ આમ્બેટા,સુદીપ પાસવોલા અને માજિદ મેમન હાજર હતા. જે રાજ્યસભાના સભ્ય પણ છે. મમતાના વકીલોએ જણાવ્યું કે મમતાને કોઈ પુરાવા વિના આ કેસમાં ફસાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આ કેસમાં અેક આરોપી જય મુખરજીઅે પહેલાં જ તેનું નિવેદન પરત ખેંચી લીધુ છે. મેમણે જણાવ્યું કે આ કેસની સાક્ષીમાં ઘણા બધા ફિલ્મી લાઈન સાથે સંકળાયેલા છે. અને આ કેસ ટ્રાયલના તબક્કા સુધી પણ ચાલી નહી શકે.

આ કેસ ગત વર્ષે ત્યારે બહાર આવ્યો હતો જ્યારે ૧૮મી જૂનના રોજ પોલીસ મથક દ્વારા ૨૦૦૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. અને આ કેસમાં મમતા કુલકર્ણી અને તેના પતિ તથા વેપારી ભાગીદાર વિકી ગોસ્વામીની સંલગ્નતાની વાત કરવામાં આવી હતી. પોલીસે આ બાબતે સીબીઆઈનો સંપર્ક કર્યો હતો. અને મમતા અને ગોસ્વામી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરાવી હતી.

મોરકકો અને કોલંબિયાના ડ્રગ્સ દાણચોર સામેલ
પોલીસનું કહેવુ છે કે આ કેસમાં મોરકકો અને કોલંબિયાના ડ્રગ્સ દાણચોર પણ સામેલ છે. અમેરિકી ડ્રગ્સ અેડમિનિસ્ટ્રેશને અબ્દુલાની તસવીર જારી કરી હતી. જે કેન્યાનો આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ દાણચોર છે. આ કેસમાં અત્યાર સુધીમાં આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ આ કેસમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ અન્ય આરોપીઓની તપાસ કરી રહી છે.

You might also like