વડાપ્રધાન મોદી સાથે મમતા બેનર્જીએ કરી મુલાકાત

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. પત્રકારો સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે વડાપ્રધાન અને તેમની વચ્ચે વિકાસનાં કેટલાક મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. રાષ્ટ્રપતિ ચૂંટણી અંગે પુછવામાં આવતા તેમણે કહ્યું આવી કોઇ ચર્ચા થઇ નહોતી. રાષ્ટ્રપતિ ચૂંટણી અંગે તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ સર્વસંમતીથી બનવા જોઇએ.

સ્વર્ગીય એપીજે અબ્દુલ કલામ સર્વસમ્મતીથી બનેલા ઉમેદવાર હતા. જો આ વખતે પણ આવો કોઇ સભ્ય હોય તો સારૂ. મમતા અને વડાપ્રધાન વચ્ચે મુલાકાત થયા બાદ અટકળો વધી ગઇ છે.

સુત્રો અનુસાર પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રીની વડાપ્રધાન સાથે મુલાકાતનો એજન્ડા આર્થિક સંકટ અને ગંગાના છુટા પડવા જેવા મુદ્દા પર છે. વડાપ્રધાન સાથે મળ્યા બાદ મમતા બેનર્જી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ મળી શકે છે. અગાઉ કોલકાતામાં મમતા બેનર્જીએ કહ્યું હતું કે હું ગંગાનાં કપાત અંગે ચર્ચા કરીશ અને આ સમસ્યાનાં ઉકેલ માટે નાણાની માંગણી કરીશ. મમતા લાંબા સમયથી પ્રદેશ માટે લોન માફીની માંગ કરી રહી છે.

You might also like