પ્લાસ્ટિક કરન્સીના સેલ્સમેન થઇ ગયા છે મોદી બાબૂ: મમતા બેનર્જી

કલકત્તા: પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે નોટબંધીનો મુદો ઉઠાવતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો. નોટબંધીના કારણે થયેલા 120 મોતને મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જવાબદાર ગણાવ્યા.

મમતાએ કહ્યું, ‘મોદી બાબૂ પ્લાસ્ટિક કરન્સીના સેલ્સમેન થઇ ગયા છે. શું લોકો પ્લાસ્ટિક ખાશે.’ તેમણે ટ્વિટ કર્યું, ‘મોદી બાબૂ તમે નોટબંધીના કારણે થયેલા 120 લોકાના મૃત્યુના જવાબદાર છો.’


સોમવારે તૃણમૂલ કોંગ્રેસે પ્રધાનમંત્રીના રાજીનામાની માંગને લઇને ત્રણ દિવસનું પ્રદર્શન શરૂ કર્યું છે.

નોંધનીય છે કે 8 નવેમ્બરે નોટબંધીની જાહેરાત બાદ લોકોને ઘણી હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ઘણા લોકા મૃત્યુ પણ પામ્યા છે. વિપક્ષના લોકા પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ નારાબાજી કરી રહ્યા છે.

You might also like