જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારા લોકો પાસેથી વસુલાશે નાણા : મમતાની ચેતવણી

કોલકાતા : પ્રદર્શનનાં નામે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારા લોકોને ચેતવણી આપતા પશ્ચિ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જાહેરાત કરી કે તેમની સરકાર એવો કાયદો લાવશે જેના હેઠળ સંપત્તિને નુકસાન પહોંચાડનારા લોકોને તેની કિંમત ભરવી પડશે.

ખાદ્ય સાથી દિવસ અને પોલીસ પ્રતિષ્ઠાનું ઉદ્ધાટન કરતા મમતાએ કહ્યું કે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારા લોકોએ તેની કિંમત ચુકવવી પડશે. જરૂરી પડશે તો તેમની સંપત્તિને પણ જપ્ત કરવામાં આવશે. આ અંગે આગામી વિધાનસભાના આગામી સત્રમાં કાયદો લવાશે.

બેનર્જીએ કહ્યું કે કોઇ પણ સરકારી વાહનોને સળગાવવા અથવા જાહેર સંપત્તિને નષ્ટ કરતા પહેલા વિચારવું જોઇએ. તેમણે વિચારવું જોઇએ કે ધન ક્યાંથી આવે છે. કાયદો પોતાના હાથમાં ન લેવો જોઇએ. લોકશાહીમાં આ યોગ્ય નથી. તેમણે કહ્યું કે જો તમને પોલીસ અથવા કોઇની સામે ફરિયાદ હોય તો અમને જણાવો.

You might also like