મમતાએ કેન્દ્ર સરકારની યોજનાઓમાંથી હટાવ્યું ‘પ્રધાનમંત્રી’નું નામ

કલકતા: પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીમાં 36મો આંકડો જગ જાહેર છે. મમતા બેનર્જીહાલમાં પોતાના રાજ્યમાં ઘણા પ્રોજેક્ટ્સના નામ બદલી રહી છે. મમતાએ કેન્દ્ર સરકારના ગણા પ્રોજેક્ટ્સને બાંગ્લા નામ આપ્યું છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પશ્વિમ બંગાળની મમતા સરકાર જલ્દીથી પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજનાના નામમાંથી ‘પ્રધાનમંત્રી’ હટાવી શકે છે. રાજ્ય સરકારે તર્ક આપ્યો છે કે મમતા સરકાર કેન્દ્ર સરકારની યોજનાઓમાં 40 ટકાથી વધારે ભાગીદારી આપે છે, તો એને યોજનાઓના નામ બદલવાનો હક પણ છે.

મમતા સરકારે અત્યાર સુધી કેન્દ્ર સરકારની સ્વચ્છ ભારત મિશનનું નામ બદલીને નિર્મલ બાંગ્લા અને દીનદયાળ ઉપાધ્યાય અંત્યોદય યોજનાનું નામ બદલીને આનંદાધારા કરી દીધું છે. તો પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજાનું નામ બદલીને બાંગ્લા ગૃહ પ્રકલ્પ યોજના કરી દેવામાં આવ્યું છે.

નોંધનીય છે કે પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો શરૂઆતથી જ વિરોધ કરતી આવી છે. નોટબંધીના મુદ્દા પર મમતાએ પૂરા દેશમાં ઘણી રેલીઓ કરી હતી, મમતાએ આરોપ પણ લગાવ્યો હતો કે મોદી સરકાર ફેડરલ માળખાનું ઉલ્લંઘન કરી રહી છે.

http://sambhaavnews.com/

You might also like