મૂર્તિ વિસર્જન મામલે મમતા બેનરજી સુપ્રિમના દ્વારે

મૂર્તિ વિસર્જન મામલે કોલકત્તા હાઈકોર્ટના નિર્ણયને હવે મમતા સરકાર સુપ્રિમ કોર્ટમાં પડકારશે. મમતા બેનર્જી હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ શુક્રવારે જ અપીલ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે કલકત્તા હાઈકોર્ટે મમતા સરકારના નિર્ણયના વિરુદ્ધમાં પોતાનો નિર્ણય આપ્યો છે. કોર્ટે મોહર્રમના દિવસે મૂર્તિ વિસર્જન પર લાગેલી રોક હટાવી દીધી છે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, મૂર્તિ વિસર્જન રાત્રે 12 વાગ્યા સુધી પણ થઈ શકે છે.

કોલકત્તા હાઈકોર્ટે પોલીસને આ મામલે વ્યવસ્થા ગોઠવવાનું કહ્યું છે અને જણાવ્યું છે કે મોહર્રમ અને મૂર્તિ વિસર્જન માટે અલગ અલદ રૂટ બનાવવામાં આવે. આ અંગેની સુનાવણી દરમ્યાન કોર્ટે કહ્યું કે, પ્રતિબંધ મૂકવો એ છેલ્લો વિકલ્પ છે. છેલ્લા વિકલ્પનો ઉપયોગ સૌથી પહેલા કઈ રીતે કરી શકાય.

You might also like