પશ્ચિમ બંગાળમાં ટીએમસીને 42માંથી 42 બેઠક મળશેઃ મમતા

(એજન્સી)નવી દિલ્હી: પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીનો દાવો છે કે આ વખતે દિલ્હીની સરકારનો નિર્ણય પશ્ચિમ બંગાળ અને યુપીથી થશે. મમતા બેનરજીએ એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે ચૂંટણી બાદ તસવીર બદલાઈ જશે અને ભાજપને ઘણાં રાજ્યમાં મોટો ઝટકો લાગી શકે છે.

મમતા બેનરજીએ દાવો કર્યો છે કે ચૂંટણી બાદ કોઈ નવું ગઠબંધન તૈયાર થઈ શકે છે. યુપીએ અને એનડીએ કરતાં આ અલગ ગઠબંધન હોઈ શકે છે. મમતા બેનરજીએ એમ પણ જણાવ્યું હતું કે ભલે ચૂંટણીને લઈને ભાજપ મોટા મોટા દાવા કરી રહી હોય, પરંતુ પશ્ચિમ બંગાળમાં ભાજપનું કંઈ થવાનું નથી. તેમણે દાવો કર્યો છે કે બંગાળમાં જે બે સીટ ભાજપની છે તે પણ ખતમ થઈ જશે.

મમતા બેનરજીએ જણાવ્યું હતું કે તેઓ મુખ્યપ્રધાન તરીકે કોઈ પગાર લેતા નથી અને પુસ્તકો તેમજ મ્યુઝિકની રોયલ્ટીથી પોતાનો ખર્ચ ચલાવે છે. સાથે સાથે મમતાએ એમ પણ કહ્યું કે હું સત્ય બોલું છું તેથી મને ગુસ્સો આવે છે. જનતા સાથે અત્યાચાર થાય છે ત્યારે મને ગુસ્સો આવે છે.

મમતા બેનરજીએ ખૂબ જ કોન્ફિડન્સ સાથે આ વખતે ટીએમસીને ૪૨થી ૪૨ બેઠક મળશે અને ભાજપ બંગાળમાંથી સંપૂર્ણ રીતે ખતમ થઈ જશે. ૨૦૦૯થી ભાજપનો વોટ શેર ખૂબ જ વધ્યો છે. છતાં પણ મમતા બેનરજીનું કહેવું છે કે બંગાળમાં ટીએમસી નંબર ૧ની પાર્ટી છે બીજા નંબરે કોણ રહેશે તે કહેવું મુશ્કેલ છે.

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

1 week ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

1 week ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

1 week ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

1 week ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

1 week ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 weeks ago