પવાર સાથે ડિનર બાદ મમતા બેનર્જી આજે BJPના નેતાઓ સાથે મુલાકાત કરશે

તૃણમૂલ કોંગ્રેસની અધ્યક્ષ મમતા બેનર્જી 2 દિવસ માટે દિલ્લીના પ્રવાસે છે. આજે મમતા બેનર્જી ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરશે. દિલ્લીમાં મમતા ભાજપના સંસાદ યશવંત સિન્હા, શત્રુઘ્ન સિન્હા અને અરૂણ શૌરી સાથે મુલાકાત કરશે.

આ ઉપરાંત મમતા દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે પણ મુલાકાત કરી શકે છે. જ્યારે સોનિયા ગાંધી સાથે પણ મુલાકાત કરી શકે છે. મહત્વનુ છે કે, 2019ની લોકસભાની ચૂંટણીમાં રણનીતિ અને ગઠબંધન માટે મમતા બનર્જી 2 દિવસ માટે દિલ્લીના પ્રવાસે છે.

દિલ્લીમાં કન્સ્ટ્રીટ્યૂશન કલ્બમાં શિવસેનાના કાર્યક્રમમાં મમતા બેનર્જી હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા મંગળવારે એનસીપી પ્રમુખ શરદ પવાર અને પ્રફુલ્લ પટેલ સાથે મુલાકાત કરી હતી.

ત્યાર બાદ મમતા કરૂણાનિધિની પુત્રી કનિમોઝી, રાજદ અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવની પુત્રી મીસા ભારતી સાથે સંસદ ભવનમાં મુલાકાત કરી હતી..

You might also like