‘મમતાને જગન્નાથ મંદિરમાં દર્શન નહિ કરવા દેવાય’ની જાહેરાત કરનાર પૂજારીની ધરપકડ

કોલકાતા: પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીને જગન્નાથ મંદિરમાં પૂજા કરવા નહિ દેવાની જાહેરાત બાદ મંદિરના પૂજારીની ધરપકડ કરવામાં ‍આવી છે. તૃણમૂલ કોંગ્રેસે આ બાબતે ભાજપને જવાબદાર ગણાવ્યું છે. આ અંગે પ્રદેશ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે જણાવ્યું હતું કે મમતા બેનરજી ગૌમાંસ ખાનારા લોકોની તરફેણ કરી રહ્યાં છે. તેથી પૂજારીની આ બાબતે ધાર્મિક લાગણી દુભાઈ હશે. તેથી તેણે મમતા દ્વારા પૂજા કરવા સામે વિરોધ કર્યો હશે. અત્રે ઉલ્લેખનીય છે કે મંદિરના પૂજારી સોમનાથે ગત સોમવારે મંદિર કમિટી સમક્ષ જઈને મમતા બેનરજીને મંદિરમાં પૂજા નહિ કરવા દેવા જણાવ્યું હતું અને આ અંગે તેમણે દેખાવો કરતાં પોલીસે તેમની ધરપકડ કરી હતી.

સોમનાથે જણાવ્યું હતું કે મમતાએ ગાય અને ભેંસનું માંસ ખાવાની અનુમતિ આપી હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચાડી છે. પુરી મંદિર એક હિન્દુ સનાતન મંદિર છે. તેથી મેં તેમના મંદિર પ્રવેશ બાબતે વિરોધ કર્યો છે, જોકે મંદિરના અન્ય પૂજારી મમતાના સ્વાગત માટે તૈયાર છે. જગન્નાથ મંદિરના પૂજારી સોમ મહાપાત્રે જણાવ્યું કે મમતા બેનરજી પુરી મંદિર આવશે તો હું તલવાર આપી તેમનું સ્વાગત કરીશ. મમતા આ મંદિરમાં એક કલાક રોકાવાનાં છે.

મમતાને મળી સુદીપ રડી પડ્યા
બીજી તરફ મમતા બેનરજી બીમાર પડેલા સાંસદ સુદીપને મળવા હોસ્પિટલ ગયાં હતાં ત્યારે સુદીપ તેમને જોતાં જ રડી પડ્યા હતા. મમતાએ જણાવ્યું કે સુદીપની હાલત સારી નથી. તેમના સ્વાસ્થ્યને લઈને તબીબોઅે પણ ચિંતા વ્યક્ત કરી હતી. સુદીપની સીબીઆઈએ રોઝવેલી કેસમાં ધરપકડ કરી હતી. આ કેસમાં સાંસદ તાપસ પાસની પણ ધરપકડ કરવામાં આવી છે.

http://sambhaavnews.com/

You might also like