મલ્ટિટેલેન્ટેડ સ્ટાર શ્વેતા

પહેલાં ફિલ્મ ‘મસાન’માં ત્યારબાદ નવાઝુદ્દીન સિ‌િદ્દકી સાથે ફિલ્મ ‘હરામખોર’ંમાં પોતાના દમદાર અભિનયથી નિર્માતા-નિર્દેશકો અને દર્શકોની નજરમાં ઓળખ બનાવનાર શ્વેતા ત્રિપાઠી સારો અભિનય કરી રહી છે, પરંતુ તે પોતાની રચનાત્મકતાની પાંખો કપાઇ જાય તેવું ઇચ્છતી નથી. શ્વેતાને પહેલાંથી જ લેખન ક્ષેત્રમાં ખાસ્સો રસ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ તે હાલમાં એક ફિલ્મ લખી રહી છે એટલું જ નહીં, ભવિષ્યમાં પણ તે ફિલ્મ નિર્માત્રી બનવા ઇચ્છે છે.

મલ્ટિટેલેન્ટેડ આ અભિનેત્રી એમ પણ કહે છે કે તે સ્તર વગરના સિનેમાથી દૂર રહેવા ઇચ્છે છે, જ્યાં લોકોને કોઇ કલાકાર નહીં, પરંતુ એક વસ્તુના રૂપમાં જોવામાં આવે છે. આ બહુમુખી પ્રતિભા ધરાવતી અભિનેત્રી ક્યારેય એવું કોઇ કામ નહીં કરે કે જેને ટેલેન્ટની કદર ન હોય અથવા તેને ટેલેન્ટ દર્શાવવાનો કોઇ સ્કોપ ન મળે. ઉલ્લેખનીય છે કે શ્વેતા ત્રિપાઠીએ આમિર ખાનની સુપરહિટ ફિલ્મ ‘દંગલ’માં ગીતા ફોગટની ભૂમિકા માટે ઓડિશન આપ્યું હતું, પરંતુ તેની પસંદગી ન થઇ. ત્યારબાદ આ રોલ માટે સના શેખને પસંદ કરવામાં આવી.

http://sambhaavnews.com/

You might also like