હરાજી થશે માલ્યાના કિંગફિશર હાઉસની,150 કરોડથી શરૂ થશે હરાજી

કિંગફિશર એરલાઇન્સ માટે લેવામાં વિવિધ બેંકો પાસે થી લોન સ્વરૂપે લેવામાં આવેલા 9000 કરોડની કિંમતને ન ચૂકવવાના મામલે વિવાદોમાં ફસાયેલા વિજય માલ્યા સામે અન્ય એક મુશ્કેલી આવી છે. વિજય માલ્યાની કિંગફિશર એરલાઇન્સની મુંબઇ સ્થિત ઓફિસની આજે હરાજી કરવામાં આવશે. તેમની ઓફિસ મુંબઇ એરપોર્ટની પાસે વિલે પાર્લે વિસ્તારમાં આવેલી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આ ઓફિસની ઓનલાઇન હરાજી કરશે. જેની શરૂઆતની કિંમત 150 કરોડ રૂપિયા મૂકવામાં આવી છે. આ હરાજી સવારે 10થી સાંજ 5 વાગ્યા સુધીના સમયમાં ચાલશે.

કિંગફિશરની આ ઓફિસ લગભગ 4 હજાર વર્ગ મીટરમાં ફેલાયેલી છે. માલ્યાએ 17 બેંકો પાસેથી હજારો કરોડ રૂપિયા લોન સ્વરૂપે લીધા હતા. જેમાં સ્ટેટ બેક પાસેથી 16000 કરોડ રૂપિયાની લોન લીધી છે. કિંગ ફિશર એરલાઇન્સ ખોટમાં ચાલવાને કારણે માલ્યાએ બેંકો પાસેથી 9000 કરોડની લોન લીધી હતી. જે તેઓ ચૂકવી શક્યા નથી. જે મામલે માલ્યા વિરૂદ્ધ અને તેમને વિદેશ જતા રોકવાની માંગને લઇને એસબીઆઇ સહિત 17 બેંકોએ અદાલતમાં અરજી કરી હતી. જો કે તે પહેલાં જ માલ્યા દેશ છોડીને ચાલ્યા ગયા હતા.

You might also like