દેવું ચૂકવવા માટે ભારતીય બેંકો સાથે સમજૂતી કરવા તૈયાર થયા વિજય માલ્યા

દારૂના વેપારી વિજય માલ્યાએ શુક્રવારે ટ્વિટર પર કહ્યું કે હું બેંકો પાસેથી 9000 કરોડ રૂપિયાનું દેવું ચૂકવવા માટે સંપૂર્ણ સમજૂતી કરવા તૈયાર છું. માલ્યાએ ટ્વિટમાં કહ્યું, સાર્વજનિક બેંકોમાં સંપૂર્ણ દેવું ચૂકવવા માટેની જોગવાઇ છે, હાજારો દેવાદારોએ આ હેઠળ દેવું ચૂકવ્યું છે. પરંતુ અમને શું તામ એનાથી વંચિત રાખવામાં આવ્યા?

સુપ્રીમ કોર્ટની સામે રાખવામાં આવેલા અમારા સંતોષજનક પ્રસ્તાવને બેંકએ કોઇ પણ વિચાર કર્યા વગર ફગાવી દેવામાં આવ્યો છે. હું બેંકો સાથે યોગ્ય આધાર પર ચૂકવણી માટે વાત કરવા માટે તૈયાર છું.

માલ્યાએ પોતાના ટ્વિટરમાં આગળ કહ્યું કે, ‘આશા છે કે ન્યાયલય હસ્તક્ષેપ કરશે અને બેંકો અને અમને બાબત પતાવવા માટે વાતચીતનો નિર્દેશ આપીને આ ચીજો પર વિરામ લગાવશે.’ માલ્યાએ એવું પણ કહ્યું કે, ‘એમણે કોર્ટના દરેક આદેશનું પાલન કર્યું છે અને હવે એવું લાગે છે કે સરકાર નિષ્પક્ષ વગરની સુનવણીમાં મને દોષિત માનવા બેઠી છે.’

રોહતગીના આરોપનો જવાબ આપતાં, માલ્યાએ ટ્વિટ કરીને કહ્યું કે મેં સુપ્રીમ કોર્ટના દરેક આદેશનું પાલન કર્યું છે. એવું લાગી રહ્યું છે કે સરકાર કોઇ પણ નિષ્પક્ષ તપાસ કર્યા વગર મને દોષિત માનવા માંગે છે.

એમણે લખ્યું, ઉચ્ચ કોર્ટમાં એટર્ની જનરલ દ્વારા મારા વિરુદ્ધ આરોપ સરકારનો મારા વિરુદ્ધ વલણ સાબિત કરે છે. માલ્યાની ઉપર વિવિધ બેંકોનું 9000 કરોડ રૂપિયાથી વધારે દેવું છે.

I have humbly obeyed every single Court Order without exception. Seems as if Government is bent upon holding me guilty without fair trial

— Vijay Mallya (@TheVijayMallya) March 9, 2017


http://sambhaavnews.com/

You might also like