સરકારની ખોટી નિતીઓએ ડૂબાડ્યું ‘કિંગફિશરનું જહાંજ’: વિજય માલ્યા

નવી દિલ્હી: વિજય માલ્યાએ કિંગફિશર એરલાઇન્સના પતન માટે સરકારની નીતિઓ અને આર્થિક હાલાતને જવાબદાર ગણાવી છે. માલ્યાએ કહ્યું કે સરકારી એરલાઇન એર ઇન્ડિયાને સંકટ માંથી બહાર લાવવા માટે જનતાના પૈસાનો ઉપયોગ કરવામાં આવ્યો. પરંતુ સૌથી મોટી ઘરેલૂ એરલાઇન્સને બચાવવા માટે આવું કરવામાં આવ્યું નહીં.

માલ્યાએ પોતાના બચાવમાં ટ્વિટ કર્યું. તેમણે કહ્યું કે તેઓ લોન નહતા ઇચ્છતા પરંતુ ઇચ્છતા હતાં કે સરકાર પોતાની નિતીઓમાં ફેરફાર કરીને એમની મદદ કરે. તેમણે એરઇન્ડિયાને મળતાં પબ્લિક ફંડ પર પ્રશ્નો ઉઠાવતાં કહ્યું કે કિંગફિશર એરલાઇન્સ જ્યારે ડૂબી ત્યારે તેલની કિંમત 140 ડોલર પ્રતિ બેરલ હતી અને ડોલરની સરખામણીમાં રૂપિયો નીચલી સપાટીએ હતો. અર્થવ્યવસ્થાની સ્થિતિ ખરાબ હતી.

એક બીજા ટ્વિટમાં માલિયાએ કહ્યું કે એનાથી સૌથી મોટી ઘરેલૂ એરલાયન્સ કિંગફિસર પર ખરાબ અસર પડી છે. તેમણે કહ્યું કે સરકારએ એર ઇન્ડિયા માટે બેલ આઉટ પેકેજ આપ્યું પરંતુ કિંગફિશર માટે ના આપ્યું. માલ્યાએ કહ્યું એ નિતીમાં ફેરફાર ઇચ્છતા હતાં પરંતુ એવું ના થયું જેના કારણે એની એરલાયન્સ પર ખરાબ અસર પડી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે એમણે મદદ માંગી હતી લોન માંગી નહતી.

માલ્યાએ જાવો કર્યો કે કિંગફિશર એરલાઇન્સ ભારતની સૌથી મોટી અને સારી એરલાઇન્સ હતી જે દુર્ભાગ્યથી બંધ થઇ ગઇ. તેમણે કેએફએના દરેક કર્મચારીઓ અને સ્ટેકહોલ્ડર્સની માફી માંગી અને કહ્યું કાશ સરકારે મદદ કરી હોત તો.

You might also like