માલ્યાનો બેંકને પ્રસ્તાવ: સપ્ટેમ્બર સુધી ચૂકવશે 4000 કરોડ

નવી દિલ્હીઃ 9000 કરોડના દેવામાં ફસાયેલા લિકર કિંગ વિજય માલ્યાએ બુધવારે સુપ્રીમ કોર્ટમાં બેંકોને દેવું ચૂકવવા મામલે પ્રસ્તાવ મૂક્યો છે. માલ્યાએ કહ્યું છે કે તે બેંકો પાસેથી લીધેલા પૈસા પરત કરી દેશે. તેઓ સપ્ટેમ્બર મહિના સુધી 4000 કરોડ બેંકને પરત કરવા તૈયાર છે.  માલ્યાએ દેશની 17 બેંકો પાસે લગભગ 9000 કરોડ રૂપિયા લોન પેટે લીધા હતા. જે તેઓ પરત કરી શક્યા નથી. તે મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હતી. જેમાં માલ્યાએ 4000 કરોડ રૂપિયા સપ્ટેમ્બર સુધી પરત કરવાનું જણાવ્યું છે. માલ્યાના આ પ્રસ્તાવ સામે બેંકોએ સુપ્રિમ કોર્ટ પાસે આ મામલે વિચારવાનો સમય માંગ્યો છે. કોર્ટે બેંકને એક સપ્તાહમાં જવાબ આપવા જણાવ્યું છે. માલ્યાના વકિલે કોર્ટમાં પ્રસ્તાવ વાંચ્યો હતો. તેમાં માલ્યાએ લખ્યું હતું કે, હું બેંકોને 6903 કરોડ રૂપિયા પરત કરવાનો પ્રસ્તાવ આપી રહ્યો છે. જે અંતરગત 4000 કરોડ રૂપિયા સપ્ટેમ્બર 2016 સુઘીમાં જમા કરી દેશે.

આ મામલે સુપ્રીમ કોર્ટે માલ્યાના વકિલેન પૂછ્યુ હતું કે, હાલ માલ્યા ક્યાં છે અને તેઓ ભારત ક્યારે પરત ફરશે? જેના જવાબમાં માલ્યાના વકિલે જણાવ્યું છે કે હાલની પરિસ્થિતિ પ્રમાણે માલ્યાનું પરત આવવું શક્ય નથી. બેંકોના વકિલે આ મામલે જણાવ્યું છે કે જો માલ્યા પરત આવે તો વાતચીત વધારે સરળ રહેશે. આ મામલે સુપ્રિમ કોર્ટમાં 7 એપ્રિલે સુનાવણી થશે. બેંકો આ સમયગાળા દરમ્યાન માલ્યાના પ્રસ્તાવ પર વિચાર કરશે. જો તેઓ માલ્યાના પ્રસ્તાવ સાથે સહમત નહીં થાય તો તેમનો પ્રસ્તાવ ન કારી પણ શકે છે. માલ્યાના વકિલે આ મામલે જણાવ્યું છે કે મીડિયાના કારણે પણ આ મામલો વધારે મુશ્કેલ બની રહ્યો છે. જેની પર સુપ્રીમ કોર્ટ જણાવ્યું છે કે મીડિયા જનહિત પર કામ કરે અને તે બાબત પર આગળ વધે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

You might also like