માલ્યા ડિપ્લોમેટિક પાસપોર્ટ પર લંડન ગયા

નવી દિલ્હી: બેન્કોને ૯,૦૦૦ કરોડનો ચૂનો લગાવનાર વિજય માલ્યા ડિપ્લોમે‌િટક પાસપોર્ટ પર દિલ્હીથી લંડન ગયા છે. તેઅો કર્ણાટકથી રાજ્યસભાના સભ્ય છે. સાંસદો અને તેમનાં પત્ની કે પતિને ટ્રાવે‌િલંગ માટે ડિપ્લોમે‌િટક પાસપોર્ટ મળતો હોય છે. અા પાસપોર્ટ િવદેશ મંત્રાલય જારી કરે છે. અા માટે દરેક સાંસદે અલગથી અેપ્લાય કરવું પડે છે. તે ત્રણ પ્રકારના પાસપોર્ટમાંથી એક હોય છે. સામાન્ય લોકોને નેવી બ્લૂ રંગનો પાસપોર્ટ મળે છે. અોફિશિયલ પાસપોર્ટ સફેદ રંગનો હોય છે, જે કેન્દ્ર સરકારના અધિકારીઅોને મળે છે. ડિપ્લોમે‌િટક પાસપોર્ટ મરુન રંગનો હોય છે. ડિપ્લોમે‌િટક પાસપોર્ટ દ્વારા વિઝા મળવામાં સરળતા રહે છે.

અા ઉપરાંત માલિયા બ્રિટનના ૨૮ વર્ષથી રે‌િસડેન્ટ છે. તેમની પાસે ઘણા દેશોનો બિઝનેસ િવઝા પણ છે. જોકે તેમની સાથે ટ્રાવેલ કરનારી મહિલા કોણ હતી તે વાત હજુ સસ્પેન્સ છે. બેંકો પાસે રિકવરી માટે કિંગફિશર એરલાઈન્સના મુંબઈ સ્થિત હેડક્વાર્ટર્સની હરાજીનો અોપ્શન છે. ૧૭ બેંકોને ૯,૦૦૦ કરોડનો ચૂનો લગાવનાર માલિયાની ફ્રી એસેટ્સને બેન્કો ટાર્ગેટ કરી શકે છે.

જો માલ્યા કો-અોપરેટ નહીં કરે તો તેમની એસેટ્સ કોર્ટ અોર્ડર દ્વારા સીઝ થઈ શકે છે. બેન્કો અત્યાર સુધી યુનાઇટેડ ‌િસ્પ‌િરટ્સના ૧૨૪૪ કરોડ રૂપિયાના શેર વેચી ચૂકી છે. કોર્ટ તરફથી રોકાયેલી રકમ જો ફ્રી થઈ જાય તો બેન્કો તેમાંથી ૨૪૯૪ કરોડ રૂપિયા મેળવી શકે છે. યુનાઈટેડ બ્રેવરીઝમાં માલ્યાના ૬૪૨૪ કરોડ રૂપિયાના શેર છે, તેમાં ૩૪૯૬ કરોડ રૂપિયાના શેર બેન્કોને મળી શકે છે.

યુબી હોલ્ડિંગ્સમાં માલ્યાના ૭૨ કરોડ રૂપિયાના હોલ્ડિંગ્સ છે, તેમાંથી પણ બેન્કોને ૬૨ કરોડ મળી શકે છે. મેંગલોર કેમિકલ્સ અેન્ડ ફ‌િર્ટલાઈઝર્સમાં માલ્યાની ૨૫.૭૪ કરોડ રૂપિયાની ભાગીદારી છે, તેમાંથી બેન્કો ૨૧ કરોડ રૂપિયા મેળવી શકે છે. ૧૫૦ કરોડ રૂપિયા મુંબઈની એરલાઈન્સના હેડ ક્વાર્ટર્સ કિંગફિશર હાઉસને વેચવાથી અાવી શકે છે. ૧૭ માર્ચે તેની હરાજી યોજાશે. લિકર કિંગની ગોવામાં રહેલી પ્રોપર્ટી કિંગફિશર વિલામાંથી ૯૦ કરોડ રૂપિયા મળી શકે છે.

ભાગેડુ માલ્યાનું હજુ પણ અક્કડ વલણ
દેશની તમામ તપાસ અેજન્સીઅો પાછળ પડી હોવા છતાં પણ માલ્યાનું વલણ હજુ પણ અક્કડ છે. સામાન્ય કરદાતાઅોના અબજો રૂપિયા હડપવાની કોશિશ કરી હોવા છતાં પણ વિજય માલ્યાના તેવર જરાય ઢીલા પડ્યા નથી. ભારત છોડીને નવ દિવસ પહેલાં લંડન ભાગી ચૂકેલા માલ્યાઅે ‌િટ્વટર દ્વારા સફાઈ અાપી છે અને મીડિયા માટે પણ ભડાશ કાઢી છે.

You might also like