માલ્યા મુસીબતમાં..

બેંકમાંથી લીધેલી લોનને લઇને કિંગફિશર એરલાઇન્સના માલિક વિજય માલ્યા ફરી મુશ્કેલીમાં મૂકાયા છે. એસબીઆઇ સહિત ઘણી બેંકોએ માલ્યા વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને તેમને દેશની બહાર ન જવા દેવા અંગેની અપીલ કરી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે જણાવ્યું છે કે લોનની વસુલાત અંગે એસબીઆઇ સહિત 19 બેંકોએ અરજી કરી છે. વિજય માલ્યા પર 17 હજાર કરોડનું દેવુ છે. આ પહેલાં વિયજ માલ્યાને ડેટ રિકવરી ટ્રિબ્યૂનલે પણ મોટો ઝટકો આપ્યો છે. જેમાં ડિઆજિઓથી તેમને મળનારી લગભર 515 કરોડ રૂપિયાની રકમને ફ્રીજ કરી દેવામાં આવી છે. ડીઆરટીના આગામી આદેશ સુધી વિજય માલ્યા તે પૈસા ન તો નિકાળી શકશે ન તો કોઇને તે રકમ પરત આપી શકશે. ડીઆરટીએ આ નિર્ણય એસબીઆઇની અરજી પણ જાહેર કર્યો હતો. ટ્રિબ્યુનલએ આગામી સુનાવણી માટે 28 માર્ચની તારીખ આપી છે.

You might also like