માલ્યાની વિદેશી સંપતીનો ખુલાસો, ન્યૂયોર્કમાં છે 3 લક્ઝરી ફ્લેટ

નવી દિલ્હીઃ લિકર કિંગ વિજય માલ્યાની સંપત્તિ અંગે નવા ખુલાસા બહાર પડી રહ્યાં છે. અમેરીકા અને ન્યૂયોર્ક સ્થિત ટ્રંપ પ્લાઝામાં માલ્યાના 3 લકઝરી ફ્લેટ હોવાની વાત સામે આવી છે. આ ત્રણમાંથી બે ફ્લેટ માલ્યાની સાથે તે સમયે કિશોર અવસ્થાની તેમની દીકરી તાન્યાના નામ પણ શામેલ છે. જ્યારે પેન્ટ હાઉસ વિજય માલ્યાના નામ પર છે. ઇ.ડી.ના ઉચ્ચસ્તરીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ન્યૂયોર્કમાં વિજય માલ્યાની તે સંપત્તિઓની તપાસ હાથ ધરવામાં આવી છે. જેનો ખુલાસો વિજય માલ્યાએ સંસદમાં પણ નથી કર્યો. ઇડી એ મામલે પણ તપાસ કરી રહી છે કે ક્યાંક બેંક પાસેથી લીધેલી લોનમાંથી તો તેમણે ફ્લેટની ખરીદી કરી નથી ને.

You might also like