કોંગ્રેસનો મોદી સરકાર પર સરમુખત્યારશાહીનો આરોપ

નવીદિલ્હી : કોંગ્રેસે સરકાર પર સંસદમાં સરમુખત્યારશાહી વલણ અપનાવવા અને લોકશાહીને નબળુ પાડવાનો આરોપ લગાવ્યો છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે વડાપ્રધાન મોદી ગૌરક્ષાનાં નામ પર લોકોની હત્યા અને ખેડૂતોની આત્મહત્યા જેવા મહત્વનાં મુદ્દે સંસદમાં મૌન શા માટે છે. વડાપ્રધાનને આ મહત્વપુર્ણ મુદ્દાઓ પર સદનમાં નિવેદન આપીને પોતાનું મૌન તોડવું જોઇએ.

કોંગ્રેસનાં નેતા મલ્લિકાર્જૂન ખડગેએ આજે આરોપ લગાવતા કહ્યું કે ભાજપ સરકાર સરમુખત્યારશાહી અખતિયાર કરી રહી છે. જેથી લોકસભાને રાષ્ટ્રીય મહત્વનાં મુદ્દા સાથે ચર્ચતા અટકાવવા જોઇએ. આ કારણે લોકશાહી અને સંવિધાન પ્રક્રિયાઓ નબળી પડશે. ખડગેએ કહ્યું કે આપણે લોકસભા સ્પીકરનું સન્માન કરીએ છીએ, પરંતુ કોંગ્રેસનાં 6 સભ્યોને સતત 5 બેઠકો માટે નિલંબિત કરવા પાછળ સરકારનું દબાણ છે. આ સભ્યોનું સસ્પેન્શન તરત પાછુ ખેંચવામાં આવવું જોઇએ.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ સભ્યો ગૌરવ ગોગોઇ, સુષ્મીતા દેવ, રંજીત રંજન, અધીર રંજન ચૌધરી, એમ.કે રાઘવન અને કે.સુરેશને લોકસભા સામે 24 જુલાઇએ 5 દિવસ માટે હકાલપટ્ટી કરી હતી.ભાજપનાં લોકસભા સભ્ય અનુરાગ ઠાકુર દ્વારા સદનની કાર્યવાહીનાં કથિત મોબાઇલ રેકોર્ડિંગ કરવાનાં મુદ્દે તેમણે બેવડુ માપદંડ અખતિયાર કર્યુ છે.

You might also like