મોલ કે દુકાનમાં લેડીઝ ચેન્જરૂમમાં કેમેરા લગાવવા બદલ જેલ થશે

ઈન્દોર: દેશના વિવિધ ભાગમાં આવેલા મોલ કે દુકાનમાં મહિલાઓ માટેના ચેન્જરૂમમાં કપડાં બદલવાની જગ્યાઅે ગુપ્ત કેમેરા લગાવવામાં આવે છે ત્યારે મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લામાં તંત્રઅે મહત્ત્વનું પગલું ભરી આવી જગ્યાએ કેમેરા અથવા અન્ય ઈલેક્ટ્રિક રેકો‌િર્ડંગ ડિવાઈસ લગાવવા સામે પ્રતિબંધ ફરમાવી જો કોઈ જગ્યાઅેથી આવા કેમેરા લગાવેલા પકડાશે તો તેમને સજા રૂપે જેલ થઈ શકે છે તેમ જણાવ્યું હતું.

આ અંગે અેક અધિકારીએ જણાવ્યું કે આવો પ્રતિબંધ દંડ પ્રક્રિયાની કલમ-૧૪૪ મુજબ લગાવવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવા અેકમોએ તેના સંકુલમાં એવાં બોર્ડ લગાવવાનાં રહેશે કે તેમના ત્યાં કપડાં બદલવાની જગ્યાઅે કોઈ કેમેરા અથવા અન્ય ઈલેક્ટ્રોનિક રેકો‌િર્ડ‌ંગ ડિવાઈસ લગાવ્યું નથી અને આવું કરવું અે કાયદાકીય રીતે અપરાધ સમાન ગણી શકાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તંત્ર અને પોલીસનાં મહિલા અધિકારીની હાજરીમાં દર સપ્તાહે વોટરપાર્ક, શોપિંગ મોલ અને કપડાંની દુકાનની તપાસ કરવામાં આવશે.

તેમણે તંત્રના પ્રતિબંધાત્મક આદેશના હવાલાથી જણાવ્યું કે જો કોઈ સંકુલમાં કપડાં બદલવાની જગ્યાઅે કેમેરા અથવા અન્ય ડિવાઈસ લગાવેલું જોવા મળશે તો તેના માલિક સામે કાનૂની કલમ મુજબ અપરાધિક કેસ દાખલ થઈ શકશે અને તેનો ગુનો દાખલ થઈ શકે છે.

You might also like