24/7 ખુલ્લા રહેશે મોલ્સ અને રેસ્ટોરન્ટ્સ : મોદી સરકારનો નવો કાયદો

નવી દિલ્હી : મોદી સરકારે મોડલ શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ પાસ કર્યો છે. બુધવારે તેને કેબિનેટ મીટિંગમાં મંજુરી અપાઇ હતી. કાયદો પાસ થવાનાં કારણે સિનેમાઘરો, હોટલો, દુકાનો, શોપિંગ કોમ્પલેક્સ અને વર્કપ્લેસ 24 કલાક અને સાતેય દિવસ ખુલ્લા રહેશે. આ કાયદાનાં ડ્રાફ્ટ પ્રમાણે તમામ રેસ્ટોરન્ટો, લોકલ માર્કેટ ને દુકાનો 24 કલાક અને 7 દિવસ સુધી ખુલ્લી રાખી શકાય છે. આ અંતર્ગત પ્રિન્ટિંગ, ઇન્શ્યોરન્સ, સ્ટોક, શેર માર્કે, રેસ્ટોરન્ટ અને થિયેટરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

હાલ એવા તમામ યુનિટ્સ કે જેમાં 10 કરતા વધારે કર્મચારીઓ હોય તે આ એક્ટ અંતર્ગત આવી ગયા છે. સરકારી ઓફીસો જેમ કે બેંક, ઇન્શ્યોરન્સ કંપનીઓ અને ફેક્ટરીઓ જે એક્ટ 1948 હેઠળ આવે છે તે કાયદાની સીમામાં ન આવી શકે. ઓનલાઇન શોપિંગની જેમ જ લેબર મિનિસ્ટ્રી દુકાનોને પણ 24 કલાક ખુલ્લી રાખવા માટેનું આયોજન કરી રહી હતી. જેને કેબિનેટે પરવાનગી આપી છે. સરકારે રાજ્ય સરકારને સ્ટોર ખોલવાનાં સમયમાં ફેરફાર કરવા માટે જૂના નિયમોને હટાવીને નવા મોડલ લોથી બદલવા અંગેનું પ્રપોઝલ આપ્યું છે.

આ કાયદા અનુસાર મહિલાઓ પણ નાઇટ શિફ્ટમાં કામ કરી શકશે. જો કે રાત્રીની શીફ્ટ માટે તેને કેબની સુવિધા કંપનીઓ ફરજીયાત આપવી પડશે. હાલ રાજ્યોમાં મોડલ શોપ્સ અને એસ્ટાબ્લિશ એક્ટ બનેલો છે. જે રાજ્યો માટે ઓપ્શનલ છે. તેને માનવો કે નહી તે રાજ્યો પર નિર્ભર છે. જો કે દુકાનોનાં માલિકોએ સરકારને ભરોસો આપવો પડશે. જો કે 24 કલાક દુકાનો ખુલ્લી રાખવામાં આવે તો કાયદો અને વ્યવસ્થા જાળવવી તે સરકાર માટે એક મોટી સમસ્યા પણ બની શકે છે.

You might also like