માલેગાંવ બ્લાસ્ટ 2006: બધા આરોપીઓને છોડી મુકાયા, 37 લોકોનાં થયા હતા મોત

મુંબઇ: મુંબઇની એક કોર્ટે આજે સોમવારે ‘માલેગાંવ બ્લાસ્ટ 2006’ કેસની સુનાવણી કરતાં બધા 9 આરોપીઓને છોડી મુક્યા હતા. આ આરોપીઓમાંથી એકનું મોત નિપજી ચુક્યું છે. સાઇકલ પર બોમ્બ મુકેલા બોમ્બથી કરવામાં આવેલા આ બ્લાસ્ટમાં 35 લોકોના મોત નિપજ્યા હતા.

મુંબઇ કોર્ટના ફેંસલો આવતાં જ આરોપીઓ બનાવવામાં આવેલા 8 લોકો અને તેમના પરિજનોના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઇ. આ મામલામાં આરોપી બનાવવામાં આવેલા 9 લોકોમાં સામેલ રઇસ અહેમદ કહે છે કે ન્યાય મળવામાં જરૂર મોડી મોડું થયું છે પરંતુ ન્યાય મળી ગયો છે. આ સાથે જ તેમણે કહ્યું કે ન્યાય મળવો પોતાનામાં મોટી વાત છે. કોર્ટે નૂરલ્લાહ, શબ્બીર અહેમદ, રઇસ અહમદ, સલમાન ફારસી, ફારૂક મઘદૂમી, શેખ મોહંમદ અલી, આસિફ ખાન, મોહંમદ જાહિદ અને અબરાર અહેમદને છોડી મુકવામાં આવ્યા છે.


માલેગાંવ બ્લાસ્ટના કેસની તપાસ પહેલાં મુંબઇ ATSને સોંપવામાં આવી હતી. ATSએ કેસ તપાસ કરતાં આ લોકોને આરોપી બનાવ્યા હતા. આ લોકોને પ્રતિબંધિત સંગઠન સિમી સાથે સંકળાયેલા હોવાનું દર્શાવવામાં આવ્યા હતા. પરંતુ એનઆઇએએ આ કેસની તપાસ પોતાના હાથમાં લીધા બાદ આ આરોપીઓને છોડીને 4 નવા લોકોને આરોપી બનાવ્યા.

સમજોતા ટ્રેન બ્લાસ્ટ કેસમાં આરોપી સ્વામી અસીમાનંદના અનુસાર સુનીલ જોશી નામના વ્યક્તિએ કહ્યું હતું કે પહેલા અને બીજા માલેગાંવ બ્લાસ્ટમાં એક જ સંગઠનો હાથ છે. સુનીલ જોશીની હત્યા બાદ અસીમાનંદે પોતાનું નિવેદન પરત લઇ લીધું છે.

You might also like