વિશ્વમાં સૌથી વધુ છૂટાછેડા માલદિવમાં થાય છે

વિશ્વમાં નવ પરિણીતોનું પસંદગીનું હનીમૂન સ્પોટ એવું માલદિવ વિશ્વમાં સૌથી વધુ ડિવોર્સ રેટ ધરાવે છે. દરિયાની વચ્ચે ઘેરાયેલા ખોબા જેવડા માલદિવનો ડિવોર્સ રેટ ૧૦.૯૭ ટકા છે. જે વિશ્વમાં સૌથી ઊંચો છે. એની અાજ ખાસિયતે માલદિવ્ઝને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન અપાવી રાખ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ પણ નોંધે છે કે માલદિવ્ઝની સરેરાશ સ્ત્રી ૩૦ વર્ષની થાય ત્યાં સુધી ત્રણ વખત છૂટાછેડા લઈ ચુકી હોય છે. માલદિવ ઈસ્લામિક રાષ્ટ્ર છે ત્યાં પરંપરાગત શરિત કાનૂન ઉપરાંત કોમન લો સિસ્ટમ પણ અમલમાં છે તેથી તેને પતિ સાથે ફાવે નહીં તો છૂટાછેડા લેવા અત્યંત સરળ છે.

You might also like