ભારતમાં હિંદુઅો ગંદાઃ મલેશિયાની યુનિ.ના વાહિયાત રિસર્ચ પેપર સામે અાક્રોશ

કુઅાલાલમ્પુર: મલેશિયાની એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઅે પોતાના સ્ટડી મોડ્યુલમાં ભારતમાં હિંદુઅોને ગંદા લોકોના રૂપમાં રજૂ કર્યા છે. ત્યારબાદ અા મુસ્લિમોની સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં વિવાદ ઊભો થયો છે અને અલ્પસંખ્યક સમુદાયમાં અાક્રોશ ફેલાયો છે.

યુનિવર્સિટી ટેક્નોલોજી મલેશિયા (યુટીએમ)ના અા મોડ્યુલની સ્લાઈડને અોનલાઈન પોસ્ટ કર્યા બાદ વિવાદ ઊભો થયો છે. અા સ્લાઈડમાં દાવો કરાયો છે કે હિંદુ પોતાના શરીરના મેલને નિર્વાણ પ્રાપ્ત કરવાના પોતાના ધાર્મિક કાર્યનો હિસ્સો માને છે.

મલેશિયાના ઉપશિક્ષણ પ્રધાન પી. કમલનાથન દ્વારા અા મુદ્દાને ઉઠાવાયા બાદ યુનિવર્સિટીઅે કહ્યું કે તેઅો અા મોડ્યુલની સમીક્ષા કરશે. ભારતીય મૂળના કમલનાથને ફેસબુક પર પોસ્ટ કરી છે કે મેં યુટીએમના કુલપતિ સાથે વાત કરી અને તેમણે પોતાની ભૂલ સ્વીકારી છે.

મલય મેઇલ અોનલાઈને જાણકારી અાપી કે અા મોડ્યુલમાં જરૂરી ફેરફાર કરવામાં અાવશે. અધિકારીઅો અે સલાહ સાથે સંપૂર્ણ રીતે સહમત છે કે અાવી ભૂલ ફરી વખત ન થાય. મુસ્લિમની વધુ વસ્તી ધરાવતા મલેશિયાની ૨.૮ કરોડની વસ્તીમાં ૬૦ ટકા લોકો મલય છે, જે સંપૂર્ણ મુસલમાન છે, ૨૫ ટકા લોકો ચીની છે, જે ઇસાઈ અને બૌદ્ધ છે. ૮ ટકા ભારતીય મૂળના છે, જેમાં મોટા ભાગે હિંદુ છે.

કમલનાથને કહ્યું કે હિંદુઅોને ગંદા રૂપમાં ચિત્રણ કરનાર યુટીએમ મોડ્યુલની સ્લાઈડ અા ધર્મને ખોટી રીતે રજૂ કરવા માટે જાણી જોઈને તૈયાર કરાઈ છે. તેમણે અા સ્લાઈડ પર નાખુશી વ્યક્ત કરી છે.  કમલનાથને એમ પણ કહ્યું કે તેઅો ઉચ્ચ શિક્ષણ મંત્રાલયને અાગ્રહ કરશે કે ઇસ્લામ અને અેશિયાઇ સભ્યતા અભ્યાસના અા મોડ્યુલની તમામ સામગ્રીને વિદ્યાર્થીઅો સામે રજૂ કરતાં પહેલાં ધાર્મિક નિષ્ણાતો દ્વારા સલાહ લેવામાં અાવે.

અા મોડ્યુલમાં એવો પણ દાવો કરાયો છે કે ઇસ્લામ ધર્મે જ ભારતના હિંદુઅોના જીવનમાં શિષ્ટાચાર શરૂ કર્યો. શીખ અેશિયાઈ સભ્યતા અભ્યાસના અા મોડ્યુલની તમામ સામગ્રીને વિદ્યાર્થીઅો સામે રજૂ કરતાં પહેલાં ધાર્મિક નિષ્ણાતો દ્વારા પરખવી જોઈઅે. મલેશિયન ઇન્ડિયન પ્રોગ્રે‌િસવ અેસો‌િસયેશને અા સ્લાઈડની નિંદા કરતાં યુનિવર્સિટીને તેને પાછું ખેંચવા અને માફી માગવાની માગણી કરી છે.

You might also like