મલેશિયા: પીએમ મોદી લીલા રંગના શૂટમાં નજર આવ્યા

મલેશિયાની રાજધાની કુઆલાલમ્પુરમાં ચાલી રહેલા 13માં આસિયાન-ઇન્ડિયા સમિટમાં શનિવારે યોજાયેલ ડિનર પાર્ટીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાં રંગ-બેરંગી પોશાકમાં નજરે પડ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી લીલા રંગના શૂટમાં જોવા મળ્યા હતા જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા વાદળી રંગનો શૂટ પહેર્યો હતો. મલેશિયાના વડા પ્રધાનની ડિનર પાર્ટીમાં દુનિયાભરના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ડિનર દરમિયાન દરેક નેતાઓ માટે ખાસ ડ્રેસ કોડ હતો. ચીનના વડા પ્રધાન તેમની પત્ની સાથે હાજર રહ્યા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તમામ દેશોના નેતાઓ સાથે વાતચીત કરી હતી. તમામ દેશોના નેતા મલેશિયાના રાજધાની કુઆલાલમ્પુરમાં આસિયાન અને પૂર્વી એશિયા સંમેલનમાં ભાગ લેવા પહોંચ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી મલેશિયાના પ્રવાસ બાદ સિંગાપુર જશે.

You might also like