મલેશિયન સરકારે MH370નો કાટમાળ મળ્યાનો કર્યો દાવો

કુઆલાલંપુર : લગભગ બે વર્ષથી ગુમ થયેલ મલેશિયન વિમાન એમએચ 370ને અંતે શોધી કાઢવામાં આવ્યો છે. મલેશિયાએ ગુરૂવારે અધિકારીક નિવેદન આપતા ગુમ થયેલ પ્લેન એમએચ 370નાં અવશેષ મળ્યા હોવાનો દાવો કર્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તંજાનિયાનાં કિનારા પાસે પેંબા આઇલેન્ડ નજીક લગભગ બે મહિના પહેલા એક પ્લેનનો કાટમાળ મળ્યો હતો. જે 370નો હોવાની આશંકા છે.

મલેશિયા એરલાઇન્સનું વિમાન એમએચ 370નું માર્ચ 2104માં કુઆલાલંપુરથી બીજિંગ જતા સમયે પ્લેન ગુમ થઇ ગયું હતું. આ પ્લેનમાં 239 યાત્રીઓ બેઠેલા હતા. મલેશિયાનાં પરિવહન મંત્રી લાઉ તિયોંગ લાઇએ પોતાનાં નિવેદનમાં કહ્યું કે કાટમાળ એક આઉટબોર્ટનો એક ફ્લેપ મળ્યો છે. જેનાં પરથી દુર્ઘટનાનો ક્યાસ મેળવવાનાં પ્રયાસો થઇ રહ્યા છે. અગાઉ તપાસકર્તાઓએ જુલાઇ 2015માં ફ્રેંચ આઇલેન્ડની પાસેથી મળેલા વિમાનનાં એક ટુકડાને એમએચ 370નાં અવશેષ ગણાવ્યા હતા.

You might also like