સ્મૃતિ ઇરાનીનું ભાષણ વાંચનાર ટીવી એન્કરને ધમકીભર્યા ફોન

ચેન્નઈ: અહીં એક મલિયાલમ ટીવી ચેનલ પર ટોક શો દરમિયાન એન્કરે મહિષાસુરજયંતીનું અે ભાષણ વાંચીને સંભળાવ્યું, જે સ્મૃતિ ઇરાનીઅે થોડા દિવસ પહેલાં સંસદમાં વાંચ્યું હતું. ત્યારબાદ અા એન્કરને લગભગ ૨૦૦૦ ધમકીભર્યા ફોન અાવ્યા. પોલીસે ધમકી અાપવાના અારોપસર પાંચ વ્યક્તિઅોની ધરપકડ કરી છે.

ગયા ગુરુવારે સ્મૃતિઅે હૈદરાબાદમાં અાત્મહત્યા કરનાર દલિત વિદ્યાર્થી રોહિત વેમુલા પર નિવેદન અાપ્યું હતું, તેમાં સ્મૃતિઅે જેએનયુમાં મનાવાયેલી મહિષાસુરજયંતીનું એક પેમ્ફલેટ વાંચીને સંભળાવ્યું હતું, તેમાં દેવી દુર્ગા વિશે કેટલાક વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરાયો હતો.

મલિયાલમ ટીવી ન્યૂઝ ચેનલ અેશિયાનેટની એન્કર ‌િસંધુ સૂર્યકુમારે દેશદ્રોહ પર ટોક શો દરમિયાન સ્મૃતિની વાતને રિપીટ કરી. ‌િસંધુનો અારોપ છે કે શો બાદ તેના પર કટ્ટરપંથી હિંદુ સંગઠનો સાથે જોડાયેલા લોકોના ૨૦૦૦ ધમકીભર્યા ફોન અાવ્યા. ‌િસંધુની ફરિયાદ બાદ કેરળ પોલીસે અા ઘટનામાં પાંચ લોકોની ધરપકડ કરી છે.

તિરુવનંતપુરમ્ના પોલીસ કમિશનર જી. કુમારે જણાવ્યું કે ધરપકડ કરાયેલા લોકો ભાજપ, અારઅેસઅેસ અને શ્રીરામ સેના સાથે જોડાયેલા છે. પોલીસના જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલી એક વ્યક્તિઅે પૂછપરછમાં કબૂલ્યું કે તેને સૂર્યકુમારનો નંબર વોટ્સઅેપ ગ્રૂપ દ્વારા મળ્યો હતો, તેમાં એક સભ્યઅે ‌િસંધુનો નંબર શેર કરી તેના ફેસબુક એકાઉન્ટ પર કરાયેલી કોમેન્ટને લઈને તેને ગાળ અાપવા કહ્યું.

પાંચમાંથી ત્રણ વ્યક્તિઅોની કનુરથી ધરપકડ કરાઈ છે, તેમાં એક મેંગલોરના પબ એટેક કેસનો અારોપી પણ છે. ‌િસંધુઅે કહ્યું કે મને દર મિનિટે એક કોલ અાવે છે. એક કોલરે તો મને પ્રો‌િસ્ટટ્યૂટ પણ કહી તો અન્ય એક કોલરે મને પૂછ્યું કે શું હું ખુદને દુર્ગા સમજું છું. ‌િસંધુના જણાવ્યા મુજબ ભાજપ નેતા રાજેશે તેને િવશ્વાસ અાપ્યો છે, તેમાં જે પણ તપાસ થશે તેમાં તેને મદદ કરવામાં અાવશે, જોકે ભાજપે ખુદને અા વિવાદથી અત્યાર સુધી અલગ રાખ્યો છે.

You might also like