હીરોઈનનાં અપહરણના આક્ષેપ બદલ કેરલના સુપરસ્ટાર દિલીપની ધરપકડ

તિરુઅનંતપુરમ: પોલીસની લાંબી પૂછપરછ બાદ આખરે હીરોઈનનાં અપહરણના આક્ષેપ બદલ પોલીસે મલયાલમ ફિલ્મના સુપરસ્ટાર દિલીપની ધરપકડ કરી લીધી છે.

કેરલ પોલીસના વડા લોકનાથ બહેરાએ જણાવ્યું કે દિલીપની ષડયંત્ર રચવામાં મુખ્ય ભૂમિકા ભજવવાના આક્ષેપ બદલ ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પોલીસ હાલ દિલીપ વિરુદ્ધના પુરાવા એકત્ર કરવા વ્યસ્ત બની છે. જોકે પોલીસે પૂછપરછ બાદ દિલીપને છોડી મુક્યો છે. દરમિયાન ગઈ કાલે પોલીસે કોઈ અજ્ઞાત સ્થળે તેની પાંચ કલાક પૂછપરછ કર્યા બાદ તેની ઔપચારિક ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ સાંજે 7-20 કલાકે દિલીપને અલુવા પોલીસ કલબમાં લાવવામા આવ્યો હતો.

દિલીપ સામે ગત 17 ફ્રેબ્રુઆરીએ એક હીરોઈનનાં અપહરણમાં સામેલ હોવાનો આક્ષેપ થયો હતો. 17 ફ્રેબ્રુઆરીએ કેરલની જાણીતી અભિનેત્રી જ્યારે રોડ માર્ગથી કોચી જતી હતી ત્યારે તેનું અપહરણ થયું હતું. ત્યારબાદ બે કલાક પછી તેને નિર્દેશક અભિનેતા લાલના ઘરની સામે ફેંકી દેવાઈ હતી. જે અંગે લાલે અભિનેત્રીની ગાથા સાંભળી પોલીસને જાણકારી આપી હતી. આ દરમિયાન એવો પણ આક્ષેપ થયો હતો કે અપહરણ બાદ અભિનેત્રી સાથે જાતિય સતામણી કરવામાં આવી હતી.

આ ઘટનામાં પોલીસે અપહરણમાં સામેલ પલ્સર સોની અને તેના સાથીઓની એક સપ્તાહ બાદ ધરપકડ કરી હતી. દિલીપના સાથી અને અભિનયથી નિર્દેશનમાં કદમ માંડનારા નાદિર શાહની 13 કલાક સુધી પૂછપરછ કરતાં આ હીરોઈનનું અપહરણ થયાનું ષડયંત્ર રચાયાની વિગતો બહાર આવી હતી.
http://sambhaavnews.com/

You might also like