મલાઈકા શીખવશે ફિટ કેમ રહેવું

બોલિવૂડની સૌથી સુંદર તથા હોટ સુંદરીઅોમાંની અેક એવી મલાઈકા અરોરાની ફિટનેસનાં રહસ્ય કેટલીક હદ સુધી તેના પૈતૃક ગુણોમાં છુપાયેલાં હોઈ શકે છે, પરંતુ બધાં જાણે છે કે મલાઈકા પોતાને શેપમાં રાખવા માટે ‌િજમ જઈને કેટલોક પરસેવો વહાવે છે. હવે મલાઈકા પોતાની ફિટનેસ સાથે જોડાયેલાં તમામ રહસ્ય પરથી પડદો ઊંચકવા જઈ રહી છે અને અાવું તે એક ફિટનેસ અેપના માધ્યમથી કરશે. અા અેપ પર તેના ડેઇલી વર્કઅાઉટ, યોગાસન તથા તેની ખાણી-પીણી અંગે લોકો જાણી શકશે. મલાઈકાની અાસપાસના લોકોનું કહેવું છે કે ફિટ રહેવું મલાઈકા માટે જિંદગી જીવવાની એક રીત છે. તે કોઈ પણ ટ્રેન્ડના અાધારે ચાલતી નથી. તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર નજર કરીઅે તો અાપણને જાણ થશે કે તે પોતાના વ્યાયામ અને પોષણથી ભરપૂર ભોજન માટે કેટલી પ્રતિબદ્ધ છે. તે માને છે કે પોતાના ખોરાક અંગેની જાણકારી રાખવી મહત્ત્વની હોય છે અને તમારે તમારી જાતને ક્યારેય કોઈ પણ ચીજથી વંચિત ન રાખવી જોઈઅે. તે ડાય‌િટંગ કરવાના બદલે સંયમિત રીતે જમે છે.

મલાઈકા યોગાભ્યાસ, ડાન્સ, વેઇટ ટ્રે‌િનંગ બધું જ કરે છે. તે બૂટ કેમ્પમાં પણ ભાગ લે છે તેથી ફિટનેસ પર વાત કરવા માટે તેનાથી બેસ્ટ કોણ હોઈ શકે. તે અા અેપ માટે સૌથી સારી બ્રાન્ડ એમ્બેસેડર છે. રોજિંદી જિંદગીમાં વર્કઅાઉટ અને યોગ પણ સામેલ છે. મલાઈકાના ફિગર સાથે તેની ડ્રે‌િસંગ સેન્સ પણ કમાલની છે. તે જે પણ પહેરે છે તે ફેશન બની જાય છે, જોકે મલાઈકા નાની હતી ત્યારે અાવી ન હતી. તે છોકરાઅોની સાથે જ રમતી રહેતી અને તેનો લુક ટોમબોય જેવો હતો. તે છોકરાઅો જેવાં કપડાં પહેરતી અને તેણે શણગાર સજવા પર ક્યારેય ધ્યાન પણ અાપ્યું ન હતું. •

You might also like