મલાઈકા અરોરા અને શ્વેતા બચ્ચનનો ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ

મુંબઈ: મલાઈકા અરોરાઅે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તે શ્વેતા બચ્ચન સાથે જોવા મળે છે. અા ફોટોમાં મલાઈકા પોતાનું હિપ ટેટુ શો કરી રહી છે. જો કે અા ફોટો પર ઘણા બધા સોશિયલ મીડિયા યુઝર્સે શરમ કરવાનું કહ્યું છે. એટલું જ નહીં કેટલાક યુઝર્સ તો મલાઈકા સામે સખત નારાજ થતાં કપડાં ઉતારવાની પણ સલાહ અાપી છે.

એક યુઝર્સે મલાઈકાને ‘બેશરમ અૌરત’ ગણાવતાં કહ્યું કે અાનાથી તો સારું હતું કે કપડાં પહેરતી જ ન હોત. ડિવોર્સ લઈને કેટલી ખુશ છે. માત્ર મોજ મસ્તી માટે જ અાને ડિવોર્સ લીધા છે. સોશિયલ મીડિયા પર કેટલીક અશ્લીલ કોમેન્ટ્સ પણ કરવામાં અાવી છે.

અા ફોટો પ્રોડ્યુસર કરણ જોહરની બર્થ ડે પાર્ટી દરમિયાન લેવામાં અાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મલાઈકા અરોરા અને અરબાઝ ખાન લિગલી અલગ થઈ ચૂક્યાં છે. ગઈ ૧૧ મેના રોજ બાંદ્રા ફેમિલી કોર્ટે તેમના ડિવોર્સને ફાઈનલ કરી દીધા હતા. બંનેનો પુત્ર ૧૪ વર્ષીય અરહાન મલાઈકા સાથે રહે છે. જ્યારે અરબાઝને તેને મળવાની અનુમતિ અાપવામાં અાવી છે. મલાઈકા અને અરબાઝનાં લગ્ન ૧૯૯૮માં થયાં હતાં.
http://sambhaavnews.com/

You might also like