ટૂંકાં કપડાં પશ્ચિમી સંસ્કૃતિ છે તો શું છેડતી અને રેપ ભારતીય સંસ્કૃતિ છે?

મુંબઈ: બેંગલુરુમાં ન્યૂ યરના દિવસે એક યુવતી સાથે જાહેરમાં થયેલી છેડતીની ઘટનાનો અભિનેત્રી મલાઈકા અરોરા ખાને વિરોધ કર્યો છે. ઘટનાની સાથે સાથે અે નેતાઅો પર પણ સવાલ ઉઠાવ્યા છે. જ્યારે મહિલાઅોનાં કપડાંને લઈને ટીકા કરી છે. તાજેતરમાં મલાઈકાઅે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક બ્લેક ફ્રેમ ફોટો શેર કરીને એક મોટો મેસેજ લખીને મહિલાઅોની સલામતી પર સવાલ ઉઠાવ્યા છે અને અા ઘટનાની નિંદા કરી છે.

મલાઈકાઅે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે હું મારી મહિલા મિત્રો સાથે મેટ્રો પોલિટન શહેરમાં પાર્ટી કરવા ગઈ. પરંતુ તેઅો મોટી સંખ્યામાં અાવ્યા અને અમારી છેડતી કરી પરંતુ મારી સુરક્ષા મારી જવાબદારી છે …ત્યારબાદ હું એક ડિસ્કોથેકમાં ગઈ જે ખુલ્લામાં ન હતું ત્યાં બાઉન્સર્સ પણ હતા પરંતુ તેઅો ત્યાં અાવ્યા. તેઅોઅે અમને માર્યાં અને અમારાં કપડાં પણ ફાડ્યાં. પરંતુ મારી સુરક્ષા મારી જવાબદારી છે.

હવે હું એક મેઇલ ફ્રેન્ડની કંપનીમાં ફિલ્મ જોવા ગઈ. ત્યાં તેમણે મને બસમાં ધકેલી. લોખંડની પાઈપથી મારા પ્રાઈવેટ પાર્ટ્સને હર્ટ કર્યા (નિર્ભયા કેસ), પરંતુ મારી સુરક્ષા મારી જવાબદારી છે. હું મારી કોલેજ ગઈ, મેં ફૂલ સલવાઝ કમીઝ પહેર્યાં હતાં પરંતુ ત્યાં પણ તેમણે મારી છેડતી કરી. પરંતુ મારી સુરક્ષા મારી જવાબદારી છે. મેં ઘરમાં અારામથી રહેવાનો નિર્ણય કર્યો તો તે લોકોઅે દરવાજો તોડ્યો. મને બાંધી દીધી અને મારી સાથે જે કર્યું તેનું રેકોર્ડિંગ કર્યું પરંતુ મારી સુરક્ષા મારી જવાબદારી છે. હું મારા પરિવાર પાસે પાછી અાવી ગઈ. કેમ કે અહીં હું સૌથી વધુ સુરક્ષિત છું પરંતુ મારા અંકલને અેમ ન લાગ્યું કે હું તેમની ભત્રીજી છું.

તેમણે મારાં કપડાં કાઢ્યાં અને તેમનાં મનમાં જે અાવ્યું તે કર્યું. પરંતુ મારી સુરક્ષા મારી જવાબદારી છે. જ્યારે હું બાથરૂમમાં ગઈ અને મેં જોરથી દરવાજો બંધ કર્યો. જેથી કોઈ અાવી ન શકે. તો છત પર બાથરૂમની બારીમાં અાવીને તે ઊભા રહ્યા. મેં નાહવાનું પણ પડતું મૂક્યું કેમ કે મારી સુરક્ષા મારી જવાબદારી છે. હવે હું અે જગ્યાઅે અાવી ગઈ છું જ્યાં તેઅો ઇચ્છે છે. મારી ઇચ્છા શક્તિ તૂટી ગઈ છે. લડવાની શક્તિ ખતમ થઈ ગઈ છે. કંઈ પણ કરવાની ઇચ્છા મરી ચૂકી છે છતાં પણ મને મેળવવા માટે તેઅો મારા દરવાજા પર અાવે છે…

મલાઈકાઅે પોસ્ટમાં અાગળ લખ્યું છે કે હું તે ભારતીય સ્ત્રી છું જે રમત ગમતમાં સારું પ્રદર્શન કરીને દેશ માટે મેડલ જીતી શકું છું, અાર્મી જોઈન કરી શકું છું, સીઈઅો બની શકું છું. દુનિયા ફરીને બધાની સાથે વાત કરી શકું છું પરંતુ અા બધું ત્યારે જ શક્ય છે જ્યારે હું બાથરૂમમાંથી બહાર અાવી શકીશ. કેમ કે મારી સુરક્ષા મારી જવાબદારી છે. છોકરીઅો ટૂંકાં કપડાં પહેરે, ડ્રિન્ક કરે અને પાર્ટી કરે તો તેઅો વેસ્ટન કલ્ચરની કોપી કરે છે પરંતુ છોકરાઅો છોકરીઅોની છેડતી કરે, તેમના પર રેપ કરે તો શું તેઅો ભારતીય કલ્ચરની કોપી કરે છે.

નવા વર્ષે બેંગલુરુમાં મહિલાઅો સાથે થયેલી છેડતીની ઘટનાઅે સમગ્ર દેશને વિચારવા પર મજબૂર કરી દીધા છે. મહિલાઅોની સાથે અા પ્રકારની વધતી ઘટનાઅોઅે સમાજ, કાયદો, વ્યવસ્થા અને તંત્ર પર સવાલ ઊભા કર્યા છે. અા ઘટના પર તમામ લોકોઅે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. દરેક મુદ્દા પર પોતાના મતવ્ય અાપનાર બોલિવૂડ અા ઘટનાથી ખૂબ જ ગુસ્સે ભરાયો છે. અામિર ખાન, ફરાન અખ્તર, ઇશા ગુપ્તા અને સલીમ ખાને ટ્વિટર દ્વારા પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે અને ચિંતા જાહેર કરી છે. અક્ષયકુમારે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે જેમાં છોકરીઅોને હિંમત બતાવવા અને સેલ્ફ ડિફેન્સ શીખવાની અપીલ કરી છે. સાથે એમ પણ કહ્યું છે કે જો દેશની દીકરીઅોઅે જવાબ અાપવાનું શરૂ કર્યું તો અાવા લોકોની અકલ ઠેકાણે અાવી જશે.
http://sambhaavnews.com/

You might also like