બિકનીમાં ફોટા શેર કરતાં મલાઈકા અરોરા ફરી એક વાર ટ્રોલ થઈ

મલાઈકા અરોરા ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ સક્રિય અભિનેત્રીઓમાંની એક છે. હંમેશાં ફેન્સ માટે તે પોતાના જાતજાતના ફોટા શેર કરતી રહે છે. તાજેતરમાં બિકિનીમાં તેણે કેટલાક ફોટા શેર કર્યા તો તે ટ્રોલ થઇ એટલું જ નહીં, કેટલાક લોકોએ તો ભદ્દી કોમેન્ટ પણ કરી. કોઇએ લખ્યું કે ટીનેજર જેવું વર્તન ન કરે.

આ ઉપરાંત ઘણા લોકો જાતજાતની સલાહ આપવા લાગ્યા. પોતાના પસંદગીના સ્ટાર સુધી પોતાની વાત પહોંચાડવા તથા પોતાના ફેન્સ સુધી પહોંચવા સ્ટાર્સ માટે સોશિયલ મીડિયા અસરકારક છે તો બીજી તરફ સેલિબ્રિટીઝને ઘણી વાર ટ્રોલનો શિકાર પણ બનવું પડે છે.

મોટા ભાગના સ્ટાર ટ્રોલનો જવાબ આપવાનું જરૂરી સમજતા નથી. મલાઇકા સાથે આ પહેલાં પણ એક-બે વાર આમ બની ચૂક્યું છે. તે એક-બે વખત જવાબ પણ આપી ચૂકી છે. તેણે એક વાર ટ્રોલ કરનાર વ્યક્તિને પૂછ્યું હતું કે પાણીમાં તે બિકિની નહીં તો શું શર્ટ પહેરે? જોકે તે બિકિનીવાળા ફોટામાં હમેશાં હોટ અને ગ્લેમરસ લાગતી હોય છે.

પોતાની ફિટનેસ માટે જાણીતી મલાઇકા કહે છે કે હું ઘણા પ્રકારની ફિટનેસ એક્ટિવિટીમાં સક્રિય રહું છું, પરંતુ યોગ મારા માટે સૌથી ફેવરિટ છે, જેનો અભ્યાસ હું ઘણાં વર્ષથી કરી રહી છું. મનને શાંત અને શરીરને સ્વસ્થ રાખવા માટે મલાઇકા પ્રાણાયામ સહિત ઘણા પ્રકારનાં આસન કરે છે.

તેના જણાવ્યા અનુસાર યોગના ઘણા લાભ છે. પ્રાણાયામમાં તે કપાલભા‌િત રોજ કરે છે. આ ઉપરાંત સૂર્યનમસ્કાર પણ તેના ફેવરિટ છે, જે તે રોજ કરે છે. ઉલ્લેખનીય છે કે મલાઇકાના તેનાથી ૧૨ વર્ષ નાના અર્જુન કપૂર સાથે સંબંધો હોવાની અટકળોએ પણ જોર પકડ્યું હતું. •

You might also like