મલાઇકા અરોરા અને અર્જુન કપૂર 2019માં આગામી વર્ષે જોડાઇ શકે છે લગ્નગ્રંથિથી

બોલીવુડમાં છેલ્લાં કેટલાંય દિવસોથી એક સાથે દેખાતા એક લવબર્ડ્સ નજીકનાં દિવસોમાં જ પોતાનાં લગ્નની જાહેરાત કરવા જઇ રહ્યાં છે. સૂત્રોનું માનીએ તો અત્યાર સુધી મીડિયા સામે સંતાકૂકડી રમનાર આ લવબર્ડ્સ અર્જુન કપૂર અને મલાઇકા અરોરા ટૂંક સમયમાં જ પોતાનાં સંબંધને હવે લગ્નમાં બદલવા જઇ રહ્યાં છે.

થોડાંક દિવસો પહેલાં ઇટલીમાં જ્યારે મલાઇકાનો બર્થ-ડે મનાવીને આ કપલ હવે મુંબઇ પરત આવ્યાં તો તેઓને એકબીજાનાં હાથ થામીને ચાલતા કેમેરામાં કેદ કરવામાં આવ્યાં હતાં અને ત્યારે જ આ કપલ ભારે ચર્ચાનો વિષય બની ગયું હતું.

જ્લ્દી કરી દેશે પોતાનાં લગ્નની જાહેરાતઃ
તમને જણાવી દઇએ કે અર્જુન અને મલાઇકા આગામી વર્ષે લગ્નનાં બંધનમાં બંધાઇ જવા રહ્યાં છે અને બંને ટૂંક સમયમાં જ આની જાહેરાત કરવા જઇ રહ્યાં છે. તાજેતરમાં જ આ કપલ અબુ ધાબીમાં સ્પોટ થયું હતું કે જ્યાર બાદથી સોશિયલ મીડિયા પર બંને જબરદસ્ત ટ્રોલ પણ થયા હતાં. સૂત્રોનું માનીએ તો મલાઇકા અને અર્જુન એકબીજાનાં આદિ થઇ ચૂક્યાં છે.

મલાઇકા અને અર્જુન એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. બંને જણ પોતાનાં પર્સનલ સ્પેસમાં ખૂબ ખુશ છે. એવામાં બંને આ રિલેશનશિપને આગળ વધારતા આગામી વર્ષે લગ્ન કરી શકે છે. આપને જણાવી દઇએ કે મલાઇકાએ અરબાઝ ખાનને વર્ષ 2017માં તલાક આપી દીધાં હતાં.

અર્જુન કપૂર છેલ્લાં દિવસોમાં કલર્સ ચેનલનો શો ઇન્ડીયાઝ ગોટ ટેલેન્ટનાં પહેલા એપિસોડમાં પહોંચ્યાં હતાં. આ શોનો એક વીડિયો પણ વધારે વાયરલ થઇ રહ્યો છે કે જેમાં અર્જુન કપૂર મલાઇકાનો હાથ પકડીને સ્ટેજ પર ચાલતા જોવા મળી રહ્યાં હતાં.

મલાઇકા ઇન્ડીયાઝ ગોટ ટેલેન્ટને જજ કરી રહી છે. ત્યાં અર્જુન પોતાની ફિલ્મ નમસ્તે લંડનનું પ્રમોશન કરવા માટે આ રિયાલિટી શોમાં પરિણીતિ ચોપડાની સાથે પહોંચી હતી. અહીં અર્જુન અને મલાઇકાએ સાથ સ્ટેજ પર પણ ડાન્સ કર્યો હતો. પોતાનાં બર્થ-ડેની એક રાત પહેલા પણ અર્જુન અને મલાઇકા મિલાન એરપોર્ટ પણ જોવા મળ્યાં હતાં.

You might also like