મુંબઈ: મલાઈકા અરોરા ખાન અને અરબાઝ ખાન વચ્ચે બાન્દ્રાની ફેમિલી કોર્ટમાં વિવાદનો અંત અાવી શક્યો નથી. મલાઈકા ડિવોર્સ લેવા પર અડેલી છે. મલાઈકાઅે ભરણપોષણની રકમ તરીકે ૧૫ કરોડ રૂપિયાની માગણી કરી છે. તેમાં અલગ અલગ રકમ સામેલ છે.
સૂત્રોઅે જણાવ્યું કે મલાઈકાની માગોથી ખાન ફેમિલી પરેશાન છે. મલાઈકા અને અરબાઝનાં લગ્ન ૧૮ વર્ષ પહેલાં થયાં હતાં. સૂત્રાનાં જણાવ્યા મુજબ મલાઈકોઅે કોર્ટ પાસે લગભગ ૧૫ કરોડ ભરણ પોષણ માગ્યું છે. મલાઈકાઅે કોર્ટમાં જે વસ્તુઅોની ડિમાન્ડ કરી છે તેમાં મુંબઈના બાન્દ્રા વિસ્તારમાં એક ફ્લેટ છે, જેની કિંમત ૩.૫ કરોડ રૂપિયા છે. પુત્રના નામ પર ૨.૫ કરોડની ફિક્સ ડિપોઝિટ અને પુત્રના જ નામે બે કરોડની કાર સામેલ છે.
સૂત્રોઅે જણાવ્યું કે અરબાઝના વકીલે કોર્ટમાં સ્પષ્ટ કરી દીધું છે કે અરબાઝ મલાઈકાની ડિમાન્ડ પૂરી કરવામાં સક્ષમ નથી. તેની કરિયર રોકાઈ ગઈ છે અને પ્રોડ્યુસર તરીકે તેણે જે ફિલ્મ બનાવી છે તેમાં પૈસા સલમાને અાપ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ અરબાઝ કોર્ટને કહી ચૂક્યો છે કે તેણે લગ્ન બચાવવાની પૂરેપૂરી કોશિશ કરી, પરંતુ મલાઈકાની ઇચ્છા માત્ર છૂટા થવાની છે. હાલમાં કોર્ટે બંનેની વાતો સાંભળી છે અને ભરણપોષણની રકમ પર વિચાર કરવાનું કહ્યું છે.