મક્કા-મદિના વચ્ચે સાઉદીની પ્રથમ હાઈસ્પીડ ઈન્ટરસિટી ટ્રેન દોડશે

મક્કા-મદિના, સોમવાર
હવે મક્કા-મદિના વચ્ચે સાઉદી અરેબિયાની પ્રથમ હાઈસ્પીડ ઇન્ટરસિટી ટ્રેન દોડશે. અલ-હરમેન એક્સપ્રેસ સાઉદી અરેબિયાની પ્રથમ હાઈસ્પીડ ઇન્ટરસિટી ટ્રેન બનશે. આ હાઈસ્પીડ ટ્રેન જિદ્દાહ અને કિંગ અબ્દુલ્લા ઈકોનોમિક્સ સિટી થઈને મક્કા અને મદિના વચ્ચે દોડશે. અલ-હરમન એક્સપ્રેસ એક બાજુના ૪૫૩ કિ.મી.નું અંતર કાપશે.

અલ-હરમન એક્સપ્રેસ ટ્રેનના પ્રવાસીઓને આરામદાયી, ઝડપી અને સુરક્ષિત સફરનો અનુભવ થશે. અલ-હરમન એક્સપ્રેસ પ્રતિકલાકના ૩૦૦ કિ.મી.ની ઝડપે દોડવાની ક્ષમતા ધરાવે છે. આ ટ્રેનના કારણે મક્કા અને મદિના વચ્ચેનું અંતર કાપતાં ૯૦ મિનિટ સમયનો બચાવ થશે.

એક અંદાજ અનુસાર અલ-હરમન એક્સપ્રેસમાં દર વર્ષ ૩૦ લાખ લોકો પ્રવાસ કરશે. આ ટ્રેન સંપૂર્ણપણે શરૂ થયા બાદ પ્રવાસીઓનો આંકડો છ કરોડ સુધી પહોંચી જશે.અલ-હરમન એક્સપ્રેસ ટ્રેનમાં સ્પેનથી આયાત કરવામાં આવેલ તાલ્ગો કોચ જોડવામાં આવશે.

આ પ્રોજેક્ટ હાલ નિર્માણાધીન છે અને ૨૦૧૮ના પ્રથમ ક્વાર્ટર સુધીમાં પ્રોજેક્ટ સંપૂર્ણપણે સંપન્ન થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ૪૫૩ કિ.મી.ના રૂટ પર અલ-હરમન એક્સપ્રેસ ટ્રેન પાંચ સ્ટેશન પર થોભશે.

અલ-હરમન એક્સપ્રેસ ટ્રેનને જે પાંચ સ્ટેશન પર હોલ્ટ આપવામાં આવ્યો છે તેમાં મક્કા, જિદ્દાહ, કિંગ અબ્દુલ્લાજિઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ, કિંગ અબ્દુલ્લા ઈકોનોમિક સિટી અને મદિનાનો સમાવેશ થાય છે.

You might also like