બનાવો મજેદાર ફરાળી સાબુદાણાની રબડી

નવરાત્રિના કારણે લોકો ઉપવાસ કરતા હોય છે અને ઉપવાસમાં ફરાળ જ ખાવાનો આગ્રહ રાખતા હોય છે. તો અમે આજે તમારા આ આગ્રહને ધ્યાનમાં રાખી તમને એક મીઠી ફરાળી વાનગીની રીત બતાવવા જઈ રહ્યા છીએ. જેનું નામ છે સાબુદાણા રબડી. તમે આ વાનગી કોઈપણ ઉપવાસમાં બનાવીને ખાઈ શકો છો.

સાબુદાણા રબડી બનાવવા માટેની સામગ્રી 
સાબુદાણા – 1 કપ
દૂધ – 500 ગ્રામ
ખાંડ – 1 ચમચી
કેળા – 1
સફરજન – 1
ક્રીમ – 3 ચમચી
દાડમ – 1 ચમચી
ચેરી – 2 થી 3
કેસર – 5 દોરા
બદામ – 1 ચમચી

રબડી બનાવવાની રીત –
– રબડી બનાવવા માટે સાબુદાણાને એક કલાક પલાળી રાખો. જેના બાદ તેને નીતારી સાઈડમાં રાખો.
– હવે એક પેનમાં દૂધને ધીમા તાપે 2 થી 3 વખત ઉકાળો. 2 મિનિટ બાદ તેમાં સાબુદાણા નાખીને તેને જાડું થવા દો.
– જ્યારે દૂધ ઘટ્ટ થવા લાગે ત્યારે તેમાં ખાંડ નાખી 2 મિનિટ સુધી ચઢવા દો અને પછી તેને ઠંડુ પડવા દો.
– હવે તેમાં સફરજન, કેળા, ક્રીમ નાખી બરાબર હલાવી દો અને તેને 15 મિનિટ માટે ફ્રિજમાં મૂકી દો.
– હવે તમારી સાબુદાણાની રબડી તૈયાર થઈ ગઈ છે. તમે તેમાં દાડમના દાણા, ચેરી અને કેસર સાથે ગાર્નિશ કરી સર્વ કરો.

You might also like